કેન્દ્રીય કર્મચારીઓને ‘ધુળેટી’ પહેલાં જ ભેટ મળશે: તૂર્તમાં મોંઘવારી દર વધશે

06 March 2021 10:06 AM
India
  • કેન્દ્રીય કર્મચારીઓને ‘ધુળેટી’ પહેલાં જ ભેટ મળશે: તૂર્તમાં મોંઘવારી દર વધશે

એરિયર્સ ચુકવણી પણ થશે: પગારમાં સારો વધારો થવાની શકયતા

નવી દિલ્હી તા.6
દેશના બાવન લાખ કેન્દ્રીય કર્મચારીઓ ઘણા વખતથી મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. પરંતુ હવે વધુ લાંબો વખત રાહ નહિં જોવી પડે. સરકાર દ્વારા હોળી-ધૂળેટી પર્વે જ તેની જાહેરાત કરી દેવામાં આવે તેવા નિર્દેશો સાંપડયા છે.બાવન લાખ કર્મચારીઓ ઉપરાંત 58 લાખ પેન્શનરોને પણ સીધી અસર કરતા મોંઘવારી ભથ્થાનાં જાન્યુઆરી-જુનના ગાળા વિશે પણ પ્રતિક્ષા છે. કેન્દ્ર સરકારે આવકવેરામાં લાભ મળે તે માટે કર્મચારીઓના એલટીસી નિયમોમાં છુટછાટ જાહેર કરી જ છે. પ્રવાસને બદલે 12 ઓકટોબરથી 31 માર્ચ દરમ્યાન 12 ટકા કે તેથી વધુ જીએસટી ધરાવતી ચીજ વસ્તુઓની ખરીદી પર ઈન્કમટેકસ લાભની છુટ્ટ આપી છે. આ સિવાય જીવન વીમાને પણ એલટીસી સ્ક્રીનમાં સામેલ કર્યો છે.


કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારો ઝંખી રહ્યા છે. નિષ્ષાંતોના કહેવા પ્રમાણે ડીસેમ્બરનો ગ્રાહક ભાવાંક 342 હતો. તેના આધારે 2020 ના આખા વર્ષનો સરેરાશ ભાવાંક 335 થયો છે.આ સંજોગોમાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાથી વધુ વધારો શકય નથી. આ સંજોગોમાં કર્મચારીઓનો મળતી મોંઘવારી 17 ટકાથી વધીને 25 ટકા (17+4+4) થઈ શકે છે.કોરોના કાળમાં સરકારે મોંઘવારી ભથ્થા વધારો સ્થગીત કર્યો હતો તે પુન: ચાલુ થતા અને 8 ટકાનો મોંઘવારી વધારો મળવાના સંજોગોમાં પગારમાં સારો એવો વધારો થશે.


Related News

Loading...
Advertisement