મહિલાઓને તાજમહેલ સહિત વિવિધ સ્મારકોમાં મફત એન્ટ્રી

06 March 2021 10:04 AM
India
  • મહિલાઓને તાજમહેલ સહિત વિવિધ સ્મારકોમાં મફત એન્ટ્રી

મહિલાઓને વુમન્સ ડેની ગિફટ:10 થી 12 માર્ચ શાહજહાનો ઉર્ષ ઉજવાશે

આગ્રા તા.6
મહિલા દિન નિમિતે આઠમી માર્ચે મહિલાઓને તાજમહેલ સહીત વિવિધ સ્મારકોમાં વિનામુલ્યે પ્રવેશ મળશે. આ ઉપરાંત શાહજહાના ઊર્ષ પર પર્યટકોને નિ:શુલ્ક પ્રવેશ મળશે.આ અંગેની વિગત મુજબ મહિલા દિન અંતર્ગત 8મી માર્ચે તાજમહાલ સહીત દરેક સ્મારકોમાં મહિલાઓને વિનામુલ્યે પ્રવેશ મળશે.તા.10 થી 12 માર્ચ દરમ્યાન તાજમહેલમા મોગલ શહેનશાહ શાહજહાનાં 366 માં ઉર્ષ પર પર્યટકોને નિ:શુલ્ક પ્રવેશ મળશે. ભોયરામાં સ્થિત શાહજહા અને મુમતાઝની અસલી કબરો પણ પર્યટકો જોઈ શકશે. આ સિવાય 18 એપ્રિલે વિશ્ર્વ ધરોહર દિવસ પણ પર્યટક તાજમહેલ સહીત દરેક સ્મારકોમાં નિ:શુલ્ક પ્રવેશ કરી શકશે. ખુદલ એ રોજા કમીટીએ તાજમહાલમાં શાહજહાના ઉર્ષ માટે 1400 મીટરની સતરંગી ચાદર તૈયાર કરાવી છે ગત વર્ષે કોરોનાના કારણે શાહજહાંનો ઉર્ષ નહોતો ઉજવાયો.


Related News

Loading...
Advertisement