અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ T20 મેચની સિરીઝ, ટિકિટ બુકીંગ શરૂ, ભાવ ₹500થી માંડીને ₹10,000

06 March 2021 12:37 AM
Ahmedabad Sports
  • અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ T20 મેચની સિરીઝ, ટિકિટ બુકીંગ શરૂ, ભાવ ₹500થી માંડીને ₹10,000
  • અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ T20 મેચની સિરીઝ, ટિકિટ બુકીંગ શરૂ, ભાવ ₹500થી માંડીને ₹10,000
  • અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ T20 મેચની સિરીઝ, ટિકિટ બુકીંગ શરૂ, ભાવ ₹500થી માંડીને ₹10,000
  • અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ T20 મેચની સિરીઝ, ટિકિટ બુકીંગ શરૂ, ભાવ ₹500થી માંડીને ₹10,000

● ટેસ્ટ મેચ કરતા ભાવ વધુ, છતાં ફટાફટ ઓનલાઇન ટીકીટ બુક થઈ રહી છે ● ₹50માં દર્શકોના સામાન સાચવવાની સુવિધા, સ્ટેડિયમ આસપાસના દુકાનદારોનો નવો ધંધો

અમદાવાદ:
દુનિયાના સૌથી મોટા ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટેસ્ટમેચ બાદ હવે 12 માર્ચથી પાંચ T20 મેચની સિરીઝ શરૂ થવાની છે. ત્યારે આ મેચની ટિકિટનું બુકીંગ ઓનલાઇન book myshow પર શરૂ કરી થઈ ગયું છે. ટીકીટનો ભાવ ₹500, 1000, 2000 થી માંડીને ₹10,000 રાખવામાં આવ્યો છે. ટેસ્ટ મેચ કરતા ભાવ વધુ હોવા છતાં ફટાફટ ઓનલાઇન ટીકીટ બુક થઈ રહી છે.

સ્ટેડિયમની કેપિસિટી 1 લાખ 32 હજાર દર્શકોની છે. કોરોના ગાઈડલાઈન મુજબ સ્ટેડિયમની કેપિસિટીના 50 ટકા દર્શકો માટેની મંજૂરી આપવામાં આવી છે. ટેસ્ટમેચ કરતા દર્શકો T20 મેચમાં વધારે ધરાવતા હોય છે, જેથી મોટી સંખ્યામાં લોકો આ મેચ જોવા આવે તેવી શક્યતા છે. તેથી સ્ટેડિયમને સારી આવક પણ થઈ શકે છે. હાલ ઓફલાઇન બુકીંગ અંગે કોઈ માહિતી અપાઈ નથી. પરંતુ ઓનલાઈન બુકીંગ કર્યા બાદ પણ ફીઝીકલ ટિકિટ સ્ટેડિયમના બોક્સ ઓફીસ પરથી લેવી પડશે. એ પણ જે દિવસે મેચ નહીં હોય ત્યારે જ ફીઝીકલ ટીકીટ મળશે. અથવા દર્શક બૂકમાય શોની ઓફીસ પરથી પણ ફીઝીકલ ટીકીટ લઈ શકે છે. મોટાભાગે ₹500 વાળી ટીકીટ લોકો ખરીદતા હોય છે જો ₹500 વાળી તમામ ટીકીટ બુક થઈ જાય તો દર્શકે મોંઘભાવની ટીકીટ ખરીદવી પડે છે.

● પાર્કિંગ માટે એપ દ્વારા રજીસ્ટ્રેશન

ટી20 મેચ જોવા આવતા દર્શકોએ એએમડીએ પાર્ક એપ પર પાર્કિંગ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પાર્કિંગ માટે 28 પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાના કારણોસર સ્ટેડિયમની અંદર પાર્કિગ નહીં કરી શકાય. આ સિરીઝને લઈ સ્ટેડિયમની બહાર ના રોડ પર આજે નવું બેરીકેટીંગ કરવામાં આવ્યું છે. લોકોની ભીડ ન થાય અને વાહનોના પાર્કિગની વ્યવસ્થા જળવાય રહે તે રીતે તૈયારી કરવામાં આવી છે. પોલીસના જવાનોને અત્યારથી જ પોઈન્ટ સોંપી દેવામાં આવ્યા છે.

● સ્ટેડિયમમાં બ્લૂટૂથ અને હેન્ડ્સફ્રી જેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ

સુરક્ષા ધોરણોને ધ્યાનમાં લઈ સ્ટેડિયમમાં બ્લૂટૂથ, હેન્ડ્સફ્રી, ડીએસએલઆર કેમેરા જેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. જોકે મેચ જોવા આવતા વ્યક્તિને પોતાની સાથે મોબાઈલ અને પર્સ લઈ જવાની મંજૂરી અપાઈ છે. જો કોઈ અન્ય વસ્તુ કે નાસ્તો સાથે હશે તો તે બહાર મુકાવી દેવામાં આવે છે. સ્થાનિક દુકાનદારો દ્વારા જણાવ્યા પ્રમાણે ગત મેચોમાં કેટલાક દર્શકોને જાણ ન હોવાથી આવો સમાન લઈને આવ્યા હતા. તેમને ગેટ પાસે જ સામાન મુકાવી દેવાયો હતો. કેટલાક લોકોને તેમનો સમાન પરત મળ્યો નહોતો કેમકે નાના બાળકોની ટોળકી આવો સામાન લઈ જતી હોય છે. જેથી મોટેરા સ્ટેડિયમ આસપાસના દુકાનદારોએ નવો બિઝનેસ શરૂ કર્યો છે. આ દુકાનદારો મેચ દરમિયાન દર્શકોનો સામાન પોતાની દુકાનમાં સાચવી રાખશે. બદલામાં ચાર્જ પેટે ₹50 વસુલ કરશે.


Related News

Loading...
Advertisement