મધ્યપ્રદેશ : ઈન્દોરના 6 દર્દીઓમાં કોરોના વાઈરસનું UK વેરિયન્ટ મળ્યું, વિદેશ હિસ્ટ્રી નથી છતાં આ સ્ટ્રેન સામે આવતા તંત્રની ચિંતા વધી, નાઈટ કર્ફ્યૂની વિચારણા

05 March 2021 09:59 PM
India
  • મધ્યપ્રદેશ : ઈન્દોરના 6 દર્દીઓમાં કોરોના વાઈરસનું UK વેરિયન્ટ મળ્યું, વિદેશ હિસ્ટ્રી નથી છતાં આ સ્ટ્રેન સામે આવતા તંત્રની ચિંતા વધી, નાઈટ કર્ફ્યૂની વિચારણા

દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધી, 11 રાજ્યના 34 જિલ્લામાં 10 દિવસની સંક્રમણ બમણું થયું

ઇન્દોર:
દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધી છે તેવા સમયે જ મધ્યપ્રદેશથી ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. અહીં કોરોના પોઝિટિવ આવેલા ૬ દર્દીઓના સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાતા તેનો રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે. આ ૬ દર્દીમાં કોરોના વાઈરસનું UK વેરિયન્ટ મળ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે, આમાંથી એક પણ દર્દીની વિદેશ હિસ્ટ્રી નથી. એટલે કે એક પણ દર્દી ભારતની બહાર ન ગયો હોવા છતાં તેનામાં યુકેમાં સામે આવેલો વાઈરસ સ્ટ્રેન જોવા મળ્યો છે.

આ અંગે ઇન્ડોરના નોડલ કોવિડ અધિકારી અમિત માલાકારે જણાવ્યુ હતું કે, 20 ફેબ્રુઆરીએ તપાસ માટે દિલ્હી મોકલાયેલ 106 સેમ્પલમાંથી 6માં યુકે સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. આ તમામ દર્દીઓની વિદેશ જવાની હિસ્ટ્રી નથી. ઈન્દોરના કમિશ્નર ડો. પવન શર્માએ કહ્યું કે સંક્રમણ ઓછું નહીં થાય તો નાઈટ કર્ફ્યૂનો વિચાર કરી રહ્યા છીએ.

બીજી તરફ છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,824 નવા કેસ સામે આવ્યા છે. 13,788 લોકો સાજા થયા છે અને 113 લોકોનો વાઈરસે ભોગ લીધો છે. આ રીતે એક્ટિવ કેસમાં 2,921નો વધારો થયો છે. આ પહેલાં બુધવારે 3,260 અને મંગળવારે 1,781 એક્ટિવ કેસ વધ્યા હતા. હાલ દેશમાં 1,73,364 એક્ટિવ કેસ છે.

આ તરફ દેશમાં 180થી વધારે જિલ્લામાં કેસો ફરી વધી રહ્યા, તેમાં પણ 34 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 10 દિવસમાં નવા કેસોની સંખ્યા બમણી થઈ ગઈ છે. એમાં સૌથી વધારે નવા કેસમાં મહારાષ્ટ્રના 6 જિલ્લા, પંજાબના 5, કેરળ અને ગુજરાતના 4-4 અને મધ્યપ્રદેશના 3 જિલ્લા સામેલ છે. દેશમાં અત્યારસુધીમાં 1.11 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 1.08 કરોડથી વધુ સાજા થયા છે. અને 1,57,584 દર્દી મૃત્યુ પામ્યા છે.
દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.


Related News

Loading...
Advertisement