ભાવનગર જિલ્લામાં આજે માત્ર ૧ કોરોના પોઝિટિવ કેસ, ૩ દર્દીઓ ડિસ્ચાર્જ

05 March 2021 08:40 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગર જિલ્લામાં આજે માત્ર ૧ કોરોના પોઝિટિવ કેસ, ૩ દર્દીઓ ડિસ્ચાર્જ

જિલ્લામાં નોંધાયેલા ૬,૨૧૪ કેસ પૈકી હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.૫
ભાવનગરમાં આજે કોરોના પોઝિટિવ માત્ર ૧ દર્દી જ નોંધાયો છે. જે બાદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૨૧૪ થઈ છે. જેમા ભાવનગર તાલુકાનાં કમળેજ ગામ ખાતે ૧ કેસ નોંધાતા તે દર્દીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તેમણે હવે ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૬,૨૧૪ કેસ પૈકી હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૯ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement