દૈનિક કેસોમાં કોરોનાની છલાંગ : ગુજરાતમાં ૪૭ દિવસ બાદ ૫૦૦થી વધુ નવા કેસો નોંધાયા

05 March 2021 08:20 PM
Gujarat
  • દૈનિક કેસોમાં કોરોનાની છલાંગ : ગુજરાતમાં ૪૭ દિવસ બાદ ૫૦૦થી વધુ નવા કેસો નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં એક દર્દીનું મોત : મૃત્યુઆંક ૪૪૧૩, એક્ટિવ કેસ વધીને ૨૮૫૮ થયા : રિકવરી રેટ ઘટીને ૯૭.૩૩ ટકા થયો, કુલ સંક્રમિતની સંખ્યા ૨.૭૨ લાખને પાર

રાજકોટઃ
દૈનિક કેસોના મામલામાં કોરોનાએ આજે છલાંગ લગાવી છે જે સરકારની ચિંતા વધારી શકે છે. ગુજરાતમાં ૪૭ દિવસ બાદ ૫૦૦થી વધુ નવા કેસો નોંધાયા નોંધાયા છે. છેલ્લે ૧૭ જાન્યુઆરીના રોજ ૫૧૮ કેસ એક જ દિવસમાં સામે આવ્યા હતા. સંક્રમણ વધતા એક્ટિવ કેસ વધીને ૨૮૫૮ થયા છે. તો રિકવરી રેટ ઘટીને ૯૭.૩૩ ટકા થયો છે. કુલ સંક્રમિતની સંખ્યા પણ વધીને ૨.૭૨ લાખને પાર થઈ ગઈ છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૫૧૫ કેસો નોંધાયા છે અને એક દર્દીનું મોત થયું છે, જ્યારે ૪૦૫ દર્દીઓ સાજા થયા છે. એ સાથે જ ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા ૨,૬૪,૯૬૯ થઈ ગઈ છે. હાલ કુલ ૪૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૨૮૧૫ દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૪૧૩ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨,૭૨,૨૪૦ થયો છે

રાજ્યમાં બોટાદ, પાટણ, તાપી અને વલસાડ એમ કુલ ૪ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ કોઈ કેસ સામે આવ્યો નથી.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ ૧૧૫, સુરત ૧૧૦, વડોદરા ૧૦૩, રાજકોટ પ૬, કચ્છ - જુનાગઢ ૧૧, ગાંધીનગર ૧૨, જામનગર ૧૩, આણંદ - ખેડા ૯, ભરૂચ - મહેસાણા - સાબરકાંઠા ૮, ગીર સોમનાથ - મહિસાગર - પંચમહાલ ૯, નર્મદા ૪, અમરેલી અરવલ્લી - બનાસકાંઠા - દાહોદ - ડાંગ - દેવભૂમિ દ્વારકા - મોરબી સુરેન્દ્રનગર ર, ભાવનગર - છોટા ઉદેપુર નવસારી - પોરબંદર ૧.


Related News

Loading...
Advertisement