મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી સ્કોર્પિયોના ગુજરાતી માલિક મનસુખ હીરેનનો કલાવા ક્રીકથી મૃતદેહ મળ્યો

05 March 2021 06:56 PM
India
  • મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી સ્કોર્પિયોના ગુજરાતી માલિક મનસુખ હીરેનનો કલાવા ક્રીકથી મૃતદેહ મળ્યો

મુંબઈ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે એન્ટાલિયાની બહાર વિસ્ફોટક સાથે શંકાસ્પદ કાર મળ્યાના કેસમાં એક નવો વળાંક આવી ગયો છે.

શુક્રવારે થાનેના રેતી બંદર વિસ્તારમાં કલાવા ક્રીકથી એક મૃતદેહ મળ્યો છે જે અંબાણીના ઘર બહાર મળી આવેલ સ્કોર્પિયો માલિકનો મૃતદેહ છે. આ મૃતદેહ મનસુખ હીરેનનું છે અને શંકા છે કે, તેમણે સુસાઈડ કર્યું છે. જોકે હજી આ વિશે કોઈ અધિકારીએ કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
મનસુખ હિરેન ગુરુવાર રાતથી ગુમ હતો અને તેને પરિવારને 'સાહેબને મળવા જાવ છું કહી ઘરે થી નીકળ્યો હતો'.


Related News

Loading...
Advertisement