હાર્દિક પટેલને રાહત : 15 દિવસ સુધી ગુજરાત બહાર જઈ શકશે, અમદાવાદ કોર્ટે મંજૂરી આપી

05 March 2021 06:52 PM
Gujarat
  • હાર્દિક પટેલને રાહત : 15 દિવસ સુધી ગુજરાત બહાર જઈ શકશે, અમદાવાદ કોર્ટે  મંજૂરી આપી

દિલ્હી જવાના સંકેત : ગુજરાતમાં પક્ષની હાર બદલ હાઈકમાન્ડ સાથે થશે મિટિંગ

અમદાવાદ :
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાત બહાર જવા દેવાની માંગ સાથે દાખલ કરાયેલી એડવોકેટ રફીક લોખંડવાલા મારફતે અરજી અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. કોર્ટે હાર્દિક પટેલને 8મી માર્ચથી 23મી માર્ચ 2021 સુધી ગુજરાત બહાર આવવા-જવાની મંજૂરી આપી છે

રાજદ્રોહ કેસમાં કોર્ટ સમક્ષ હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે કાઢવામાં આવેલા વોરન્ટ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જામીન આપતી સમયે કોર્ટે હાર્દિકને ગુજરાત ન છોડવાની શરતે જામીન આપ્યા હતા.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને 11મી નવેમ્બર થી 2 ડિસેમ્બર 2020 સુધીમાં 17 દિવસ ગુજરાત બહાર જવા- આવની મંજૂરી આપી હતી


Related News

Loading...
Advertisement