દુધસાગર રોડ પરથી અજાણ્યો યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો : મોત

05 March 2021 06:45 PM
Rajkot
  • દુધસાગર રોડ પરથી અજાણ્યો યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો : મોત

મૃતકના વાલીવારસની શોધખોળ કરતી થોરાળા પોલીસ

રાજકોટ તા. 5 : દુધસાગર રોડ પર ગામેતી હોલ પાસે એક અજાણ્યો પુરૂષ જેની ઉંમર 3પ છે. જે બેભાન હાલતમાં હોવાનું જાણવા મળતા તેમને સારવાર માટે સીવીલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે થોરાળા પોલીસ મથકનાં પીએસઆઇ એચ.જી. ગોહીલે મૃતકનાં વાલીવારસની શોધખોળ આદરી છે. ઉપરોકત તસવીરમાં દેખાતા અજાણ્યા પુરૂષ વિશે માહીતી મળે તો થોરાળા પોલીસ મથકનાં નંબર (0281-2389551) માં સંપર્ક કરવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement