કોઠારીયા સોલવન્ટમાં દુકાન બંધ કરવાની ધમકી આપી બે શખ્સોએ પથ્થરમારો કરતા ત્રણ ઘવાયા

05 March 2021 06:44 PM
Rajkot Crime
  • કોઠારીયા સોલવન્ટમાં દુકાન બંધ કરવાની ધમકી આપી બે શખ્સોએ પથ્થરમારો કરતા ત્રણ ઘવાયા

યુવાને કહયુ, ‘અમે ત્યાંથી ભાગ્યા ન હોત તો અમને એ લોકો પતાવી દેત’ : ઘવાયેલાઓને સિવિલમાં ખસેડાયા : પોલીસ દોડી

રાજકોટ તા. 5 : કોઠારીયા સોલવન્ટના શીતળાની ધારે રહેતોે યુવાન પોતાની કરીયાણાની દુકાનેે હતો ત્યારે બે શખ્સોએ પથ્થરનાં ઘા કરતા માથાના ભાગે વાગ્યા હતા અને બીજા બે વ્યકિત પણ ઘવાયા હતા. આ અંગે નાસભાગ મચી ગઇ હતી. જેથી આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોઠારીયા સોલવન્ટના શીતળાની ધારે રહેતા બ્રિજેશ જગદીશભાઇ કુશવાહ (ઉ.વ. 4ર) નામનો યુવક પોતાની ઘર પાસે આવેલી શાકભાજી અને કરીયાણાની દુકાને હતો ત્યારે મનજી અને ગોલુ નામના શખ્સોએ ઝઘડો કરી પથ્થર મારો કરતા ઘવાયેલા બ્રિજેશભાઇને સિવિલમાં ખસેડાય છે. તેમજ અન્ય બે વ્યકિત સુરેન્દ્રભાઇ ખારવા (ઉ.વ. 42) અને પ્રેમચંદ રામજી પાસવાન (ઉ.વ. 30) ને પણ ઇજા થતા સીવીલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે મનીષે જણાવ્યું હતુ કે અમે ત્યાંથી ભાગ્યા ન હોત તો એ લોકો અમને પતાવી દેત આ અંગે આજીડેમ પોલીસે ફરીયાદ નોંધવા તજવીજ આદરી છે.


Related News

Loading...
Advertisement