આનંદ બંગલા ચોકમાં ઉછીના પૈસા લેવા ગયેલા યુવાનને કારખાનેદારે ઢીબી નાંખ્યો

05 March 2021 06:42 PM
Rajkot Crime
  • આનંદ બંગલા ચોકમાં ઉછીના પૈસા લેવા ગયેલા યુવાનને કારખાનેદારે ઢીબી નાંખ્યો

હીમાંશુ અને પિયુષ કારખાનેદાર કેતન પટેલ પાસે રૂા.3 લાખ લેવા ગયા ને માર પડયો: ફરિયાદ નોંધવા તજવીજ

રાજકોટ તા.5
શહેરનાં આનંદ બંગલા ચોકમાં ઓમ ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં યુવાનને તેના શેઠે પાઈપ વડે ધોકાવતા સિવિલમાં ખસેડાયા છે. આ અંગે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વિરાટનગર મેઈનરોડ ક્રિષ્નાકુંજમાં રહેતા હિમાંશુભાઈ મહેશભાઈ ચોવટીયા (ઉ.વ.21) (પટેલ) રાત્રીનાં સમયે આનંદ બંગલા ચોકમાં ઓમ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાને મજુરીકામ કરતો હતો ત્યારે તેમના શેઠ કેતન સભાયાએ લોખંડના પાઈપ વડે માર મારતા માથામાં અને શરીરે ઈજા થઈ હતી.હિમાંશુને સીવીલમાં ખસેડાયો હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, હીમાંશુએ પિયુષને રૂા.3 લાખ ઉછીના આપ્યા હતા તે પૈસા પાછા માંગતા પીયુષે કહ્યું કે કેતન પાસેથી મારે પૈસા લેવાના છે. જેથી બંને ત્યાં પૈસા લેવા જતાં બન્નેને ધોકાવ્યા હતા. આ અંગે ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી છે.


Related News

Loading...
Advertisement