રાજકોટ તા. 5 : ગોંડલ રોડ જોકર ગાંઠીયાવાળી શેરી વિજય પ્લોટમાં આરોપી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવ્યો હોવાની બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી આરોપીને રૂા.68 હજારની 104 દારૂની બોટલ સાથે દબોચી લીધો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ રોડ વિજય પ્લોટ શેરી 04 માં દારૂ લવાયો હોવાની બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચનાં પીએસઆઇ પી.બી. જેબલીયા, વિક્રમભાઇ ગમારા અને દેવાભાઇ ધરજીયા સહિતનાં સ્ટાફે દરોડો પાડી મહિપતસિંહ ઉર્ફે મંગો ગંભીરસિંહ વાઘેલા (રહે. વાઘેલા ભુવન કાન્તા વિકાસ ગૃહની સામે ઢેબર રોડ) ને અલગ અલગ દારૂની 104 બોટલ રૂ.68800 ની કબજે કરી ધરપકડ કરી હતી. આ અંગે ક્રાઇમબ્રાન્ચનાં સ્ટાફે કાર્યવાહી કરી હતી. આરોપી મહિપતસિંહ વેપારી હોવાનું જાણવા મળ્યુ હતુ.