ગર્ભવતિ ગાયના પેટમાંથી નીકળ્યું 71 કિલો પ્લાસ્ટિક !

05 March 2021 06:31 PM
India
  • ગર્ભવતિ ગાયના પેટમાંથી નીકળ્યું 71 કિલો પ્લાસ્ટિક !

પ્લાસ્ટિકનો કચરો ખાવાને કારણે ગાય અને તેના પેટમાં રહેલાં વાછરડાનું મોત: જીવદયાપ્રેમીઓમાં કંપારી છૂટી ગઈ

નવીદિલ્હી, તા.5
હરિયાણાના ફરીદાબાદમાં એક ગાયના પેટમાંથી 71 કિલો પ્લાસ્ટિક સહિતનો કચરો નીકળતાં જીવદયા પ્રેમીઓમાં જબ્બર કચવાટ ફેલાઈ જવા પામ્યો છે. આ ગાય ગભર્વતિ હતી પરંતુ કચરો ખાવાને કારણે તેનું અને તેના પેટમાં રહેલા વાછરડાનું મોત નિપજ્યું છે.


આઈએફએસ અધિકારીએ આ વીડિયો શેર કર્યા છે જેમાં તે લખે છે કે ગાયના પેટમાં 71 કિલો સુધીનું પ્લાસ્ટિક, નખ અને અન્ય પ્રકારનો કચરો મળ્યો હતો. ગર્ભવતિ ગાયના પેટમાં બાળકને પાળવાની જગ્યા જ બચી નહોતી જેના કારણે તે મોતને ભેટી છે. આ અંગેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ ઘેરું દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું. અમુક લોકોએ લખ્યું છે કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ગાય સહિતના પશુઓના મોતનું નિમિત્ત બની રહ્યા છીએ. પીપલ્સ ફોર એનિમલ્સ ટ્રસ્ટ-ફરીદાબાદે આ ગાયને બચાવવાની ઘણી કોશિશ કરી હતી. સડક દૂર્ઘટના બાદ ગાયને બચાવી લેવામાં આવી હતી પરંતુ ડોક્ટરોના ધ્યાનપર આવ્યું કે ગર્ભવતિ ગાયને અનેક પ્રકારની મુશ્કેલી હતી. 21 ફેબ્રુઆરીએ જ્યારે તેનું ચાર કલાક સુધી ઓપરેશન ચાલ્યું ત્યારે તેના પેટમાંથી નખ, પ્લાસ્ટિક, માર્બલ સહિતનો કચરો બહાર નીકળ્યો હતો. ગાયના પેટમાં આટલો કચરો હોવાને કારણે તેમાં રહેલા વાછરડાને ઉછરવા માટે જગ્યા જ મળી નહોતી જેના કારણે તેનું મોત થયું હતું અને ત્યારપછીના ત્રણ દિવસ બાદ ખુદ ગાય પણ મોતને ભેટી હતી.


Related News

Loading...
Advertisement