રાજકોટ કોર્પોરેશનને 55670 કોવિશિલ્ડ ડોઝ મળ્યા

05 March 2021 06:30 PM
Rajkot
  • રાજકોટ કોર્પોરેશનને 55670 કોવિશિલ્ડ ડોઝ મળ્યા

ગત તા.13મી જાન્યુઆરીથી સમયાંતરે કોરોના વેકસીન ડોઝની અવિરત ફાળવણી : રાજકોટ સહિત પાંચ જિલ્લા માટે કુલ 5,19,860 ડોઝની ફાળવણી : રાજકોટ જિલ્લાને કુલ 1,24,210 ડોઝ પ્રાપ્ત થયા : સરકાર દ્વારા જરૂરીયાત મુજબના ડોઝની વણથંભી ફાળવણી : આજ સુધી રાજકોટ રિજિયોનલ વેકસીન સ્ટોરમાં 83 હજાર કોવિશિલ્ડ અને 2860 કોવેકસીન ડોઝ ઉપલબ્ધ

રાજકોટ તા.5
કોરોના મહામારી સામે આત્મનિર્ભર ભારતની બે કંપનીઓએ તૈયાર કરેલી વેકસીનને મંજૂરી મળ્યા બાદ દેશભરમાં ચાલી રહેલા વેકસીન ડોઝ રસીકરણની કામગીરી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં જિલ્લાઓમાં આગળ વધી રહી છે. રાજકોટ જિલ્લાને આજ દીન સુધીમાં 1,24,210 રસીનો ડોઝ ફાળવાયો છે. રાજકોટ કોર્પોરેશનને 68540 ડોઝ અપાયો છે.


રાજકોટ જિલ્લા સહિત છ જિલ્લા માટે ગત તા.13મી જાન્યુઆરીના રોજ 77 હજાર ડોઝની પ્રથમ ફાળવણી બાદ તબક્કા વાઇઝ ડોઝની ફાળવણી થતા બીજા તબક્કાનું રસીકરણ આગળ ધપી રહ્યું છે. જેમાં કોવિશિલ્ડ અને કોવેકસીનની રસીનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. રાજકોટ અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં માત્ર કોવિશિલ્ડ જ રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે. સમયાંતરે સરકાર દ્વારા રાજકોટ રીજીયોનલ વેકસીન સ્ટોરમાં રસીનો ડોઝ આવતા તેનું રાજકોટ સહિત છ જિલ્લાઓમાં વિતરણ થઇ રહ્યું છે. રાજકોટ રીજીયોનલ વેકસીન સ્ટોરને આજ દીન સુધીમાં કોવિશિલ્ડ 4,49,500 અને કોવેકસીન 70360 બંને મળી કુલ 5,19,860 ડોઝ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી રાજકોટ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, ભુજને ડોઝ ફાળવવામાં આવ્યા છે.


આજ દીન સુધીમાં રાજકોટ જિ.પં.ને 68540 અને કોર્પોરેશનને 55670 ડોઝ ફાળવાયા છે. જે ડોઝના આધારે રાજકોટ જિલ્લા અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં વેકસીન રસીકરણ આગળ ધપી રહ્યું છે. કોવિશિલ્ડની સરખામણીએ કોવેકસીનના ડોઝ ઓછા મળ્યા છે. રાજકોટ રીજીયોનલ વેકસીન સ્ટોરમાં આજે તા.પના રોજ કોવિશિલ્ડ 83000 ડોઝ અને 2860 કોવેકસીન ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. રાજકોટ અને જામનગર કોર્પોરેશનને માત્ર કોવિશિલ્ડ ડોઝ ફાળવાયા છે. રાજકોટ સહિત પાંચ જિલ્લાને કોવેકસીન ડોઝ ફાળવાયા છે.


Related News

Loading...
Advertisement