રાજકોટ, તા.5
જન ઔષધી સપ્તાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા માર્ચ મહિનાની તા.1થી 7 સુધી આખા ભારત ભરમાં જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ સપ્તાહની ઉજવણી માટે દેશભરમાં ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. આ મુજબ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર (નાનામવા મેઈન રોડ) પર જાહેર જનતા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં બ્લડસુગર, બ્લડ પ્રેશર તેમજ વજન ચેકઅપ તદ્દન નિ:શુલ્ક કરી આપવામાં આવશે તેમજ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરીને કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પ આવતીકાલે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્ર (નાનામવા રોડ) ખાતે સવારે 10થી 1 અને સાંજે 5થી 8 દરમિયાન રાખવામાં આવ્યો છે. કેમ્પનો જાહેર જનતા લાભ લ્યે તેવી અપીલ પણ કરવામાં આવી છે. આવતીકાલે જન ઔષધિ મેડિકલ સ્ટોર કિસાનપરા ચોક ખાતે સવારે 10 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દૂરદર્શન પર જન ઔષધી કેન્દ્રના લાભાર્થીઓ માટે લાઈવ સંબોધન પણ ગોઠવવામાં આવ્યું છે.