અનેક શહેરામાં રેલ્વે પ્લેટફોર્મ ટિકીટનાં ભાવમાં વધારો થતાં મુસાફરોમાં દેકારો

05 March 2021 06:02 PM
India
  • અનેક શહેરામાં રેલ્વે પ્લેટફોર્મ ટિકીટનાં ભાવમાં વધારો થતાં મુસાફરોમાં દેકારો

એક વર્ષ બાદ રેલ્વે તંત્રએ પ્લેટફોર્મ ટિકીટ શરૂ કરી

મુંબઈ તા.5
કોરોના મહામારીના પગલે મોટા ભાગની ટ્રેન સેવા બંધ રહ્યા બાદ ફરી ટ્રેન સેવા શરુ થતા રેલ્વે પ્લેટફોર્મમાં લોકોની ભીડ વધતા રેલ્વે તંત્રએ પ્લેટફોર્મ ટીકીટનો દર વસુલવાની શરુઆત સાથે ટીકીટ દરમાં વધારો કરતા જનતામાં દેકારો મચી ગયો છે

રેલ્વે તંત્રએ કોરોના સંક્રમણને ધ્યાને લઈ પ્લેટફોર્મ પર લોકોની ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ ટિકીટનો ભાવ વધાર્યો છે સાથે ટુંકા અંતરની ટ્રેનોમાં ભાડુ વધાર્યુ છે. અમુક રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકીટ રૂા.10 હતી તેના રૂા.30 કર્યા છે તો મુંબઈમાં પાંચ ગણા રૂા.50 કર્યા છે.

જો કે આપણા રાજકોટ રેલ્વે સ્ટેશનમાં રૂા.50 ચાર્જ યથાવત છે જે ગત સપ્ટેમ્બરથી અમલી છે. રેલ્વે તંત્રએ પ્લેટફોર્મ ટિકીટનો દર વધારતા લોકોમાં રોષ ફેલાયો છે. મિત્રો, પરિચીતો, પરિવારજનોને રેલ્વે સ્ટેશન તેડવા-મુકવા જતા લોકોને રૂા.30 કે રૂા.50ની પ્લેટફોર્મ ટિકીટ લેવી પડે છે.


Related News

Loading...
Advertisement