કોઈ શક ! અભિનેતા મિથુન ચક્રવર્તી આવતીકાલે ભાજપમાં જોડાશે

05 March 2021 05:53 PM
India Politics
  • કોઈ શક ! અભિનેતા મિથુન ચક્રવર્તી આવતીકાલે ભાજપમાં જોડાશે

વડાપ્રધાનની રેલી પહેલાં મહત્ત્વની જાહેરાત: 2014થી 2016 વચ્ચે મિથુન તૃણમુલના સભ્ય તરીકે રાજ્યસભામાં પહોંચ્યા હતા

નવીદિલ્હી, તા.5
અભિનેતા મિથુન ચક્રવર્તી આવતીકાલે ભાજપમાં સામેલ થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન મોદીની બ્રિગેડ મેદાનની રેલીમાં મિથુન ચક્રવર્તી પણ હાજર રહેશષ. 16 ફેબ્રુઆરીએ મિથુન ચક્રવર્તીએ સંઘના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. આ પછી તેઓ ભાજપમાં સામેલ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.મિથુન ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમને મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસે રાજ્યસભામાં મોકલ્યા હતા અને તેઓ એપ્રિલ-2014થી ડિસેમ્બર-2016 સુધી સદનમાં હાજર રહેતા હતા. ઉલ્લેખનીય છે કે બંગાળની 294 બેઠકો માટે આઠ તબક્કામાં મતદાન થશે. 27 માર્ચે પહેલાં તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં 38 બેઠકો પર મતદાન થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 1 એપ્રિલે થશે. આ હેઠળ 30 બેઠકો ઉપર મતદાન કરાશે. ત્રીજા તબક્કાના મતદાન માટે 6 એપ્રિલ નક્કી કરવામાં આવી છે અને ત્યારે 31 બેઠકો ઉપર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.


Related News

Loading...
Advertisement