‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટ મોદીનો માસ્ટર સ્ટ્રોક: કોંગ્રેસના પૂર્વ પ્રવક્તાએ કર્યા ભરપેટ વખાણ

05 March 2021 05:47 PM
India
  • ‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટ મોદીનો માસ્ટર સ્ટ્રોક: કોંગ્રેસના પૂર્વ પ્રવક્તાએ કર્યા ભરપેટ વખાણ

હજુ સુધી આ પ્રોજેક્ટનું મહત્ત્વ લોકો સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી પણ ટૂંક સમયમાં સમજવા લાગશે

નવીદિલ્હી, તા.5
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની શરૂઆત થઈ ચૂકી છે અને તેને લઈને વિપક્ષ તરફથી અનેક સવાલો પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. સાંસદોની જરૂરિયાત અને ન્યુ ઈન્ડિયાની તસવીર તરીકે આ પ્રોજેક્ટને રજૂ કરવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું મહત્ત્વ, સાંસદોની સંખ્યા અને આવનારા સમયમાં આ પ્રોજેક્ટને કેવી રીતે યાદ કરવામાં આવશે તેને લઈને કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા સંજય ઝાએ એક લેખ લખ્યો છે.પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું કે ભારતને એક હજારથી વધુ લોકસભા સભ્યોની જરૂરિયાત છે.

સંજય ઝાએ લખ્યું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના મહત્ત્વને સામાન્ય જનતા હજુ સંપૂર્ણ રીતે સમજી શકી નથી પરંતુ તે ભારતીય લોકતંત્રનું ભવિષ્ય હોવાથી તેનું મહત્ત્વ ઘણું જ છે. લોકપ્રિય લેખક અશ્ર્વિન સાંઘીએ વિવાદાસ્પદ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર તાજેતરમાં જ એક લેખ લખ્યો હતો. તેને શાનદાર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો પરંતુ અમે તેના ભવ્યતા પર્યટન વગેરેથી અલગ જોવા જોઈએ. મોદી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ બિલ્ડિંગ-2024માં બનીને તૈયાર થઈ જશે અને ન્યુ ઈન્ડિયાને પ્રદર્શિત કરશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો વિરોધ તેના બજેટના નિર્ધારણને લઈને થવો જોઈએ. કોરોના અને બેરોજગારીના સમયે તેને મંજૂરી આપવામાં આવી ત્યારે તેનો વિરોધ થવો જોઈએ.


Related News

Loading...
Advertisement