‘ડાન્સ દિવાને’માં રાજકોટનાં આર્ટીસ્ટ મનિષ જાનીનું ધમાકેદાર પર્ફોમન્સ

05 March 2021 05:46 PM
Rajkot Entertainment
  • ‘ડાન્સ દિવાને’માં રાજકોટનાં આર્ટીસ્ટ મનિષ જાનીનું ધમાકેદાર પર્ફોમન્સ
  • ‘ડાન્સ દિવાને’માં રાજકોટનાં આર્ટીસ્ટ મનિષ જાનીનું ધમાકેદાર પર્ફોમન્સ

‘બેકમુન વોક’ ડાન્સ અને ગેઇમ દ્વારા માધુરી દિક્ષીતની વાહ..વાહ...મેળવી

રાજકોટ તા.5
વિવિધ સેલીબ્રિટી સાથે કામ કરી ચૂકેલા રાજકોટનાં જાણીતા ગેઇમ માસ્ટર અને ડાન્સર મનીષ જાની તાજેતરમાં જ કલર્સ ટીવી ઉપર પ્રસારીત થતા માધુરી દિક્ષીતનાં ડાન્સ દિવાને-3 શોમાં ચમકયા છે અને આ પ્રખ્યાત શોમાં મનીષભાઇએ માધુરી દિક્ષીત સમક્ષ જોરદાર ડાન્સ અને ગેઇમ પર્ફોમ કરી વાહ..વાહ... મેળવી હતી. મનીષભાઇનાં ડાન્સ અને ગેઇમને ચમકાવતો આ શો ચાલુ સપ્તાહ દરમ્યાન કલર્સ ટીવી ઉપર પ્રસારીત થનાર છે.

ત્યારે આજે ‘સાંજ સમાચાર’ની શુભેચ્છા મુલાકાતે આવેલા ગેઇમ માસ્ટર અને ડાન્સર મનીષભાઇ જાનીએ જણાવેલ હતું ઝી-ટીવીમાં ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોએ ખૂબ ધૂમ મચાવી સીઝન-1 જોઇ મારો દિકરો સંકેત કહે પપ્પા તમે કેમ ટીવીમાં ના આવી શકો ટ્રાઇ તો કરો અને 2009માં હું અમદાવાદ ઓડીશનમાં ગયો. લેવલ-1, લેવલ-2 અને પછી સ્ટુડીયો રાઉન્ડ સુધી પહોંચ્યો પણ બેડ લક મારી ઉમર 30 વર્ષથી વધુ હોવાથી ગીતામાં બોલ્યા આઇ એમ સોરી યુ આર અબોવ 30. ત્યારબાદ ઇન્ડિયા’સ ડાન્સીંગ સુપર સ્ટારમાં હું અને જૈમીન ખખ્ખર આખા ગુજરાતમાંથી માત્ર અમે બે જ સિલેકટ થયા. મુંબઇ ગયા પણ ટીવીમાં ચમકવાનો ચાન્સ ના મળ્યો.

મનીષભાઇ જણાવે છે કે હવે મેં મારૂ પ્રોફેશન બદલાવી નાખ્યુ અને બની ગયો ગેઇમ માસ્ટર, ખૂબ ગેઇમ શો કર્યા. ગયા વર્ષે અચાનક કલર્સ ટીવી ડાન્સ દિવાનેમાંથી કોલ આવ્યો મનીશજી આપકો મુંબઇ ઓડિશન કે લીયે આના હૈ... ઓડીશન માટે રવાના થયો. લેવલ-1, લેવલ-2 પાસ પણ અચાનક કોરોનાનો કહેર ચાલુ થયો અને શો ના આવ્યો..બાદ અચાનક 15 દિવસ પહેલા કોલ આવ્યો મનીશજી આપકો મુંબઇ સ્ટુડીયો રાઉન્ડ કે લિયે આના હૈ માધુરજી, ધર્મેશ કે સામને પફોર્મ કરના હૈ.

પરિવારનું ખૂબ પ્રોત્સાહન મળ્યું અને હું પહોંચી ગયો મુંબઇ. રહેવા જમવાની ખૂબ સારી વ્યવસ્થા આપી. એ.સી. બસમાં જીવનમાં પહેલી વખત ફિલ્મીસ્તાન સ્ટુડીયો જોયો.. 50 વર્ષની ઉમરે પ્લેનમાં બેઠો! એક નવી ઝાકમઝાળ વાળી દુનિયા 5 દિવસ ખૂબ પ્રેકટીસ કરાવી. પછી જણાવ્યું કે 13ના રોજ પ્રોડયુકશન રાઉન્ડ છે. મારૂ પર્ફોમન્સ ખૂબ સારૂ રહયું. પ્રોમોમાં પણ મને બતાવ્યો. માધુરી મેમ મારા બેમ મુન વોક ડાન્સ પર ફિદા થઇ ગયા. તો ધર્મેશે પણ વાહ... વાહ... પોકારી હવે ચાલુ સપ્તાહમાં મનીષ જાની ડાન્સ દિવાનેમાં ગેસ્ટ આર્ટીસ્ટ તરીકે ધૂમ મચાવશે.


Related News

Loading...
Advertisement