હવે ગ્રાહક એકથી વધુ ડીલર પાસે ગેસ સીલીન્ડર બુક કરાવી શકશે

05 March 2021 05:44 PM
India
  • હવે ગ્રાહક એકથી વધુ ડીલર પાસે ગેસ સીલીન્ડર બુક કરાવી શકશે

નવા નિયમથી ઝડપથી સિલીન્ડર મળી શકશે

નવી દિલ્હી તા.5
રસોઈ ગેસ સીલીન્ડરમાં ભાવવધારાનો ડામ આપ્યા બાદ સરકારે આમ આદમીને થોડી રાહત આપી છે, અલબત, ભાવ ઘટાડો નથી કરાયો પણ ગ્રાહક હવે કાંઈ એક ડીલરના બદલે એક સાથે ત્રણ ડીલર પાસે ગેસ સીલીન્ડર બુક કરાવી શકશે.એક ડિલર પાસે ગેસ સીલીન્ડર બુક કરાવવાથી ગ્રાહકોને તેની ઉપલબ્ધતાને લઈને પરેશાની થતી હતી. નંબર લાગવા છતાં પણ સમયસર સિલીન્ડર મળતો નહોતો આ પરિસ્થિતિમાં નવા નિયમથી જયાં મળી જાય તેવા નજીકના ડીલર પાસેથી પણ એલપીજી સિલીન્ડર ગ્રાહક મળી શકશે.


Related News

Loading...
Advertisement