અમદાવાદમાં સીનીયર સીટીઝન અસુરક્ષિત: લુંટના ઈરાદે વૃદ્ધ દંપતિની ક્રુર હત્યા

05 March 2021 05:41 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં સીનીયર સીટીઝન અસુરક્ષિત: લુંટના ઈરાદે વૃદ્ધ દંપતિની  ક્રુર હત્યા

વૃદ્ધ દંપતિની હત્યામાં પોલીસને જાણભેદુ પર શંકા : શહેરમાં વેજલપુરમાં લુંટના ઈરાદે વૃદ્ધાની હત્યા ઉપરાંત હેબતપુરમાં વૃદ્ધ પર હુમલો કરી લુંટ

અમદાવાદ તા.5
એકબાજુ પોલીસ એક તરફ સિનીયર સીટીઝનને મદદ કરવાની વાતો કરે છે ત્યોર શહેરમાં હેબતપુર વિસ્તારમાં સીનીયર સીટીઝન દંપતીની લુંટના ઈરાદે ઘાતકી હત્યા થઈ હતી. આ હત્યા ઉપરાંત શહેરમાં વેજલપુરમાં પણ એક 80 વર્ષીય વૃદ્ધા તેમજ બહેરામ પુરામાં 72 વર્ષના વૃદ્ધ પર લુંટના ઈરાદે હુમલો થયો હતો. લુંટના ઈરાદે શહેરમાં કુલ ચાર-ચાર સીનીયર સીટીઝનોની હત્યાથી ખળભળાટ મચી ગયો છે.

3આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ શહેરના હેબતપુર ચાર રસ્તા પાસે આવેલ શાંતિ પેલેસ બંગ્લોઝમાં સીનીયર સીટીઝન દંપતી અશોકભાઈ કરશનદાસ પટેલ અને તેમના પત્ની જયોત્સનાબેનને તીક્ષ્ણ હથિયારથી ગળા પર ઘા મારી હત્યા કરાઈ હતી. પોલીસને આ હત્યા મામલે ઘરઘાટી અને જાણભેદુ શખ્સો પર શંકા છે.
ઉલ્લેખનીય છે કે મૃતક દંપતીનો દીકરો દુબઈ રહે છે. મૃતક દંપતી લોકડાઉનના ગાળામાં દુબઈ રહેતું હતું. તેનો ઘરઘાટી હાલ અહી જ છે.

મૃતક દંપતીની દીકરી હાલ અમદાવાદમાં નારણપુરામાં રહે છે. જયારે મૃતક વૃદ્ધા જયોત્સનાબેન રાજયના પુર્વ મંત્રી પ્રફુલ્લ પટેલના પારિવારિક બહેન હોવાનું બહાર આવ્યું છે. વૃદ્ધ અશોકભાઈની લાશ બેડરૂમમાંથી મળી આવી હતી, જયારે જયોત્સનાબેનની લાશ સીડીમાં પડી હતી. ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડયો હતો. ઘરનો મુખ્ય દરવાજો તોડી પાડયો હતો. પહેલા આ હત્યા મામલે ઘરઘાટી પર શંકા હતી. પણ તે અહીં જ હોવાથી પોલીસને શંકા છે કે કોઈએ રેકી કરીને હત્યા કરી હશે.

અન્ય એક બનાવમાં અમદાવાદમાં વેજલપુરમાં એકલા રહેતા 80 વર્ષના એક વૃદ્ધાને માથામાં બોથડના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. એકલવાયું જીવન ગાળતા આ વૃદ્ધા બે દિવસથી બહાર ન દેખાતા, ભાડુઆતે જોતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને વૃદ્ધાના પુત્રને આ બાબતે જાણ કરાઈ હતી. વૃદ્ધાના શરીર પરથી ઘરેણાં પણ ગાયબ હતા. આ હત્યા અંગત અદાવત અથવા પારીવારિક સંબંધોમાં ખટરાગને લઈને કરાઈ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા એનઆરઆઈ સીનીયર સિટીઝન નરેન્દ્રભાઈ શાહ (ઉ.વ.72) ની આંખમાં મરચુ છાંટી હુમલો કરી ઘરમાંથી ટીવી, ચાંદીની વીંટી અને અન્ય વસ્તુઓની લુંટ ચલાવી હતી. નરેન્દ્રભાઈ અમેરિકન નાગરિકત્વ ધરાવે છે. તેમના પત્ની હાલ અમેરિકા છે.


Related News

Loading...
Advertisement