દેશનું સૌથી ઝડપી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ: અઢી કલાકમાં બેટરી થઈ જશે ચાર્જ

05 March 2021 05:36 PM
India
  • દેશનું સૌથી ઝડપી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ: અઢી કલાકમાં બેટરી થઈ જશે ચાર્જ

એક વારમાં 150 કિલોમીટરનું અંતર કાપશે: કિંમત 1.26 લાખથી 1.36 લાખ

નવીદિલ્હી, તા.5
‘કબીરા મોબિલિટી’એ બે નવા હાઈસ્પીડ ઈલેક્ટ્રિક મોટર સાઈકલ લોન્ચ કર્યા છે. આ મોડેલ્સનું નામ કેએમ-3000 અને કેએમ-4000 છે. તેમાંથી કેએમ-4000ને ભારતનું અત્યાર સુધીનું સૌથી ઝડપી ઈલેક્ટ્રિક બાઈક ગણવામાં આવી રહ્યું છે.

કબીરા મોબિલિટીએ કેએમ-3000ને 1,26,990 રૂપિયાના પ્રાઈસ ટેગ સાથે લોન્ચ કર્યું છે ત્યારે કેએમ-4000ની કિંમત 1,46,990 રૂપિયા રખાઈ છે. કેએમ-3000માં કંપનીએ 4કેડબલ્યુએચ બેટરીનો ઉપયોગ કર્યો છે અને સાથે જ બીએલડીસી (બ્રશલૈસ ડીસી ઈલેક્ટ્રિક મોટર) આપવામાં આવ્યું છે. આ બાઈક ઈકોનોમિક મોડમાં 120 કિલોમીટરની રેન્જ ઓફર કરે છે જ્યારે સ્પોર્ટસ મોડમાં 60 કિલોમીટરની રેન્જ ઓફર કરવામાં આવી છે.

જ્યારે કેએમ-4000 બાઈકમાં 4.4 કેડબલ્યુએચની બેટરી આપવામાં આવી છે અને 8કેડબલ્યુ મોટર અપાઈ છે. આ બાઈક ઈકો મોહમાં 150 કિ.મી.નું અંતર કાપી શકે છે. બાઈકની ટોપ સ્પીડ 120 કિ.મી. પ્રતિ કલાક છે. સ્પોર્ટસ મોડમાં તે 90 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ બન્ને બાઈકની બેટરી 2 કલાક 50 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. જ્યારે બુસ્ટ ચાર્જથી તેને 50 મિનિટમાં ચાર્જ કરી શકાશે. ઈકો ચાર્જ મોડમાં તેને 6 કલાક 30 મિનિટમાં ચાર્જ કરી શકાશે.


Related News

Loading...
Advertisement