ચુંટણી પહેલા જ રાહુલની મુશ્કેલી વધી : વાયનાડમાં જ બળવો

05 March 2021 05:19 PM
India Politics
  • ચુંટણી પહેલા જ રાહુલની મુશ્કેલી વધી : વાયનાડમાં જ બળવો

કેરલમાં વાયનાડ લોકસભા બેઠક પરથી જીતીને સંસદ બનેલા રાહુલ ગાંધી માટે અહીં પણ મુશ્કેલી છે. અગાઉ તેઓએ ર019માં અમેઠી બેઠક પર ભાજપના મહીલા નેતા સ્મૃતિ ઇરાનીના હાથે પરાજીત થયા બાદ તેમના માટે કેરલ એક આશ્રય સ્થાન જેવુ બની ગયુ હતુ. અને અહીં વિધાનસભા ચુંટણીમાં રાહુલ ગાંધી પ્રચારમાં પણ આવ્યા છે. પરંતુ કેરલ પ્રદેશ કોંગ્રેસના પુર્વ નેતા કે.કે. વિશ્વનાથન સહીતના ચાર ટોચના નેતાઓએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધા છે. અને તેઓ હવે કેરાલમાં કોંગ્રેસને કેટલુ નુકસાન પહોંચાડી શકે છે તેના ઉપર નજર છે જો કે આ તમામ ચાર રાહુલની વાયનાડ લોકસભા બેઠકના જ નેતાઓ છે. તેથી ભવિષ્યમાં રાહુલની આ બેઠક પણ મુશ્કેલીમાં આવી શકે છે.


Related News

Loading...
Advertisement