રાજસ્થાનમાં જામીન પર છૂટેલા દુષ્કર્મનાં આરોપીએ પીડિતાને જીવતી સળગાવી

05 March 2021 05:19 PM
India
  • રાજસ્થાનમાં જામીન પર છૂટેલા દુષ્કર્મનાં
આરોપીએ પીડિતાને જીવતી સળગાવી

પીડિતા 70 ટકા દાઝી: સારવાર માટે હોસ્પીટલે ખસેડાઈ

બીકાનેર (રાજસ્થાન) તા.5
રાજસ્થાનનાં હનુમાનગઢ જિલ્લામાં જામીન પર છૂટેલા દુષ્કર્મનાં આરોપીએ દુષ્કર્મની પીડિતાને જીવતા સળગાવવાની કોશીશ કરતા ખળભળાટ મચી ગયો હતો.પીડિતા મહિલા આગમાં 70 ટકા જેટલી દાઝી જતાં તેને સારવાર માટે બીકાનેર ખસેડાઈ છે. પોલીસે આરોપી પ્રદિપ બિશ્ર્નોઈની ધરપકડ કરી લીધી છે. પોલીસનાં જણાવ્યા મુજબ બે વર્ષ પહેલા મહિલાએ પ્રદિપ  બિશ્નોઈ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. મહિલા બ્યુટી પાર્લર ચલાવતી હતી અને પોતાના પતિથી અલગ રહેતી હતી. પીડીતાની નાનીએ જણાવ્યું હતું કે આરોપી દિવાલ ઠેકીને ઘરમાં ઘુસ્યો હતો જે રૂમમા મારી દોહિત્રી સુતી હતી તેની બહાર આરોપીએ મોટા પ્રમાણમાં કેરોસીન છાંટયુ બાદમાં પીડિતાનાં નામનો અવાજ કર્યો જેવી દોહિત્રી બહાર આવી તો બિશ્ર્નોએ આગ લગાડી હતી.


Related News

Loading...
Advertisement