પ્રિયંકા ગાંધીનો ઇંદિરા સ્ટાઇલનો પ્રચાર : લોકોની વચ્ચે પહોંચી જાય છે

05 March 2021 05:17 PM
India Politics
  • પ્રિયંકા ગાંધીનો ઇંદિરા સ્ટાઇલનો પ્રચાર : લોકોની વચ્ચે પહોંચી જાય છે

કોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધી આજકાલ અલગ અંદાજમાં જોવા મળ્યા છે અને પોતાનો પ્રચાર ફકત ઉ.પ્રદેશ પુરતો સીમીત નહીં રાખતા હાલ જયાં પાંચ રાજયોની ચુંટણીઓ યોજાઇ છે ત્યાં પણ પહોંચી જાય છે. આસામમાં તેઓએ કોંગ્રેસનો પ્રચાર શરુ કરી દીધો છે. જયાં તેઓ વિખ્યાત કામાખ્યા દેવી મંદીરના દર્શને ગયા હતા. ચા ના બગીચામાં જઇને આસામી સ્ટાઇલના ડ્રેસ પહેરીને ચા ની પતી વીણી હતી. અને ઇંદીરાની જેમ તે લોકોને ભીડ વચ્ચે પણ પહોંચી જાય છે. હાલમાં તેઓએ એક કાર્યક્રમ દરમ્યાન ઇંદીરા સ્ટાઇલથી ભીડ વચ્ચે જઇને એક નાના બાળકને પોતાની ગોદમાં લઇ લીધુ હતુ. અને સૌને ખુશ કરી દીધા હતા. તે હવે ઇંદીરાની સ્ટાઇલથી ખાદીની સાડીઓ પહેરવા લાગ્યા છે. અને મહીલાઓ વચ્ચે જાય ત્યારે માથા ઉપર ઓઢી પણ લે છે.


Related News

Loading...
Advertisement