યોગી આદિત્યનાથને ભાજપ ધ્રૃવીકરણ માટે ઉપયોગ કરશે

05 March 2021 05:15 PM
India Politics
  • યોગી આદિત્યનાથને ભાજપ ધ્રૃવીકરણ માટે ઉપયોગ કરશે

પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને મુસ્લિમ મતદારો આ ચૂંટણીમાં નિર્ણાયક છે અને તેમાં તૃણમુલ કોંગ્રેસ ડાબેરી પક્ષો તથા ભાજપ ઉપરાંત અસદુદીન ઔવેસીનો પક્ષ પણ ભાગ પડાવશે. ભાજપે તેથી મુસ્લિમ મતદારો જયાં વધુ છે તે વિસ્તારોમાં યોગી આદિત્યનાથને ઉતારવા નિર્ણય લીધો છે. જેથી અહીંયા લઘુમતી હિન્દુ મતો એક થઇને ભાજપને મત આપે. હાલમાં જ યોગી આદિત્યનાથે માલદામાં પ્રથમ રેલીને સંબોધીત કરી તે પરથી આ સંકેત મળી ગયો છે અને રાજયમાં આ રીતે ધ્રૃવીકરણના આધારે જયાં મુસ્લિમ મતદારો વધુ છે તે 43 બેઠકોમાં પણ ભાજપ ભાગ પડાવવા માંગે છે.


Related News

Loading...
Advertisement