મમતાએ પડકાર તો કર્યો પણ હવે બીજી બેઠકની પણ તલાશ

05 March 2021 05:12 PM
India Politics
  • મમતાએ પડકાર તો કર્યો પણ હવે બીજી બેઠકની પણ તલાશ

પ.બંગાળની ધારાસભાની ચુંટણીમાં રાજયના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠક ઉપરથી ચુંટણી લડવાની જાહેરાત કરીને એક સમયના તેમના વિશ્વાસુ અને હવે ભાજપમાં જોડાયેલા શુભેન્દુ અધિકારીને પડકાર તો ફેંકી દીધો પણ તેઓ બીજી સલામત બેઠક પર પણ લડે તેવી શકયતા છે અને તેમના માટે બીજી બેઠક શોધાઇ રહી છે. નંદીગ્રામ એ શુભેન્દુ અધીકારીનો ગઢ છે. સૌ પ્રથમ તો મમતાએ અહીં એક ટીમ ઉતારવી પડશે કે જે તેની ગેરહાજરીમાં ચુંટણી પ્રચાર સંભાળી શકે. ટીએમસીના નેતા શેખ સુફીયાન હાલ તો અહીં મમતાના પ્રચારની તૈયારી કરી રહયા છે અને તેથી પહેલા અહીં મમતા માટે એક ઘર શોધવુ પડશે. નંદીગ્રામ એ પ્રતિષ્ઠાવાળી બેઠક બની ગઇ છે. મમતાએ ખેડુતોની જમીનના મુદે આંદોલન કરીને રાજયમાં ર009 ની ચુંટણી જીતી હતી. મમતા હવે આ બેઠક ઉપરાંત કોલકતા હાર્બરની ચુંટણી લડી શકે છે. જોકે શુભેન્દુ અધીકારીએ જણાવ્યુ છે કે તે મમતાને ઓછામાં ઓછા પ0 હજાર મતોથી પરાજીત કરશે.


Related News

Loading...
Advertisement