સુશાંત આપઘાત કેસ: 9 મહિના બાદ એનસીબીએ દાખલ કર્યું 30 હજાર પાનાનું ચાર્જશીટ

05 March 2021 05:05 PM
Entertainment Top News
  • સુશાંત આપઘાત કેસ: 9 મહિના બાદ એનસીબીએ દાખલ કર્યું 30 હજાર પાનાનું ચાર્જશીટ

રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિકને મુખ્ય આરોપી ગણાવાયા: દીપિકા, સારા, શ્રદ્ધા સહિતના નિવેદનો પણ કરાયા દાખલ

મુંબઈ, તા.5
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ જે પ્રકારે દરોડા પાડ્યા હતા ત્યારબાદથી હવે આ મામલે જોડાયેલું ચાર્જશીટ પણ મુંબઈની એનડીપીએસ કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવ્યું છે. 30 હજાર પાનાના આ ચાર્જશીટમાં સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને મુખ્ય આરોપી ગણવામાં આવ્યા છે. એટલું જ નહીં ચાર્જશીટમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના નિવેદનને પણ જોડવામાં આવ્યું છે. ચાર્જશીટમાં કુલ 33 લોકોના નામ સમાવાયા છે.


નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 30 હજાર પાનાનું ચાર્જશીટ તમામ આરોપીઓ પાસેથી મળી આવેલા ડ્રગ્સ, ઈલેક્ટઽોનિક ઉપકરણો, ફોરેન્સીક રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનના આધાર તૈયાર કરવામાં આવ્યું છે. એનસીબીએ 2000થી વધુ પાનાની હાર્ડ કોપી ચાર્જશીટમાં દાખલ કરવામાં આવી છે જ્યારે ડિઝિટલ ફોર્મેટમાં 50,000 પેઈઝ છે જે એક સીડી મારફતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મામલે 38 લોકોને આરોપી બતાવવામાં આવ્યા છે જેમાંથી પાંચ આરોપી અત્યારે ફરાર છે. એનસીબીએ ડ્રગ્સના આ કેસમાં 33 લોકોને અત્યાર સુધી પકડ્યા છે. ડ્રગ્સ કેસમાં જે લોકોની ધરપકડ થઈ છે તેમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ઉપરાંત સુશાંતસિંહ રાજપૂતના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, દિપેશ સાવંત સહિતના અનેક ડ્રગ પેડલર પણ સામેલ છે.


Related News

Loading...
Advertisement