પ્રોડકશન હાઉસ સામે સુનીલ શેટ્ટીએ ફરિયાદ નોંધાવી

05 March 2021 05:02 PM
Entertainment
  • પ્રોડકશન હાઉસ સામે સુનીલ શેટ્ટીએ ફરિયાદ નોંધાવી

મંજુરી વિના પોતાના ફોટાનો ઉપયોગ કર્યાનો આરોપ: પ્રોડકશન હાઉસનો ખુલાસો- ‘ભુલ’ થઈ ગઈ

મુંબઈ:
અભિનેતા સુનીલ શેટ્ટીએ ફિલ્મ નિર્માણ કંપની બાલાજી મીડીયા ફિલ્મ્સ પ્રાઈવેટ લીમીટેડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુનીલનો આરોપ છે કે પ્રોડકશન હાઉસે તેની અનુમતી લીધા વિના તેના ફોટાનો દુરુપયોગ કર્યો છે. સુનીલે દાવો કર્યો હતો કે ફિલ્મ નિર્માણ કંપનીના નિર્માતાએ એક પોસ્ટર બનાવીને તેમાં તેનો ફાટો મુકીને વાયરલ કર્યું છે અને તેના નામે પૈસા ઉસેડી રહ્યા છે. સુનીલે ફરિયાદમાં જણાવ્યું હતું કે મન ખબર નથી કે આ કોની ફિલ્મ છે અને આ ફિલ્મમાં મેં કામ પણ કર્યું નથી. તેઓ મારા નામનો દુરુપયોગ કરી ફિલ્મ ફાયનાન્સ કરાવવા માંગે છે જેથી મારી પ્રતિષ્ઠાને નુકશાન થઈ રહ્યું છે.સામે પક્ષે આ મામલે પ્રોડકશન હાઉસે આ ઘટનાને ‘ભુલ’ ગણાવી છે, એટલું જ નહીં જવાબદારીથી હાથ ખંખેરી પ્રોડકશન હાઉસે એવો બચાવ કર્યો હતો કે કોઈએ ફોટો બનાવીને સોશ્યલ મીડીયામાં વહેતો કરી દીધો હતો. જો કે બાદમાં આ પોસ્ટને ડિલીટ કરાઈ હતી. માત્ર સુનીલ શેટ્ટી જ નહીં, બોબી દેઓલના ફોટાનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે.


Related News

Loading...
Advertisement