મોટાભાગના એકટર સમલૈંગિકની ભૂમિકાથી દૂર રહે છે ત્યારે કાર્તિકની હિંમત કાબિલે દાદ

05 March 2021 05:01 PM
Entertainment
  • મોટાભાગના એકટર સમલૈંગિકની ભૂમિકાથી દૂર રહે છે ત્યારે કાર્તિકની હિંમત કાબિલે દાદ

‘દોસ્તાના-2’માં કાર્તિક આર્યનના કામને વખાણતી જાહનવી:દિલ્હીમાં શ્રીદેવીની પુત્રીએ વરુણ શર્મા સાથે તેની નવી ફિલ્મ ‘રૂહી’નું પ્રમોશન કર્યું

મુંબઈ: શ્રીદેવી પુત્રી જાહનવી કપુર હાલ તેની આગામી ફિલ્મ ‘રૂહી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. રાજકુમાર રાવ અને વરુણ શર્મા અભિનીત આ ફિલ્મ 11મી માર્ચે રિલીઝ થઈ રહી છે, આ ફીલ્મ સિવાય જાહનવી તેની કાર્તિક આર્યન સાથેની ‘દોસ્તાના-2’ ફિલ્મની રજૂઆતની પણ રાહ જોઈ રહી છે.દોસ્તાના (વર્ષ 2008)નો વિષય જરા હટકે સમલૈંગિકનો હોવા છતાં તેને વિવેચકો તરફથી આવકાર મળ્યો હતો. જો કે ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું હતું કે ‘દોસ્તાના-2’માં કોઈ વાંધાજનક તત્વો નથી. એક મુલાકાતમાં જાહનવી કપુરે ફિલ્મ ‘દોસ્તાના-2’માં ભૂમિકા ભજવવા બદલ કાર્તિક આર્યનની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે સમલૈંગિકતાને સામાન્ય ઘટના તરીકે જુએ છે. જયારે સમાજ તેને લાંછન તરીકે જુએ છે. આવી ભૂમિકા ભજવવા માટે મોટાભાગના કલાકારો શરમથી આઘા ભાગે છે. કારણ કે તે સમલૈંગિકતા વિષેની છે. જાહનવી દિલ્હી ખાતે કોનોટ પ્લેસમાં ફિલ્મ ‘રૂહી’ના પ્રમોશન માટે આવી હતી ત્યારે વરુણ શર્મા સાથેની તસ્વીર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે જાહનવી ‘ગુડલક જેરી’, ‘તખ્ત’ ફિલ્મમાં પણ જોવા મળ્યો.


Related News

Loading...
Advertisement