ચૂંટણીઓમાં સગાવાદને કારણે કોંગ્રેસનો પરાજય થયો : ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

05 March 2021 03:51 PM
ELECTIONS 2021 Gujarat
  • ચૂંટણીઓમાં સગાવાદને કારણે કોંગ્રેસનો પરાજય થયો : ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

વિધાનસભા સત્રમાં સરકારની સિદ્ધિઓ વર્ણવી કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા મંત્રીગાંધીનગર, તા. 5
ગુજરાતમાં કોંગ્રેસે સગા વાદને પસંદ કરતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કારમો પરાજય થયો છે જેના કારણે કોંગ્રેસના સીરીયલ ધારાસભ્યોના પુત્ર સહિત અનેક સગા વહાલા હારી ગયા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને કોરાણે મૂકી પરિવારને ટિકિટ આપવાનો વિચાર સુધ્ધા કરતી નથી જેના કારણે ભાજપનો પ્રચંડ વિજય થયો હોવાનો સ્વીકાર ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યો હતો.ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યપાલના સંબોધન ઉપરની ચર્ચા ના બીજા દિવસે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા જોકે દીપક ના ધારાસભ્ય દ્વારા પણ રાજ્ય સરકારની નીતિ સામે અનેક સવાલો ઊભા કરતા વાતાવરણ ઉત્તેજનાસભર રહ્યું હતું.


આ તબક્કે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના વક્તવ્યમાં ભાજપ સરકારની સિદ્ધિ સહીત અનેક કલ્યાણકારી યોજનાઓની વિગતો આપી હતી તો બીજી તરફ કોંગ્રેસ ઉપર રાજકીય ટિપ્પણી કરવાની તક પ્રદિપસિંહ ચુકયા ન હતા.પોતાના પ્રવચનમાં ગૃહમાં કબૂલાત કરી હતી કે આ વખતે કોંગ્રેસમાં અનેક નવા રેકોર્ડ પ્રસ્થાપિત થયા છે પુંજાભાઈ વંશ અશ્વિન કોટવાલ ભીખાભાઈ જોશી વિક્રમ માડમ અનિલ જોષીયારા શાહિદ નેતાઓના પુત્ર અને તેમના સગા આ ચૂંટણીઓમાં હારી ગયા છે એટલું જ નહીં 2015માં અનામતના નામે ગુજરાતને પાયમાલ કરવાનું ષડયંત્ર રચનાર વિપક્ષ સામે પ્રજાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને 2017 પછી આજદિન સુધી ગુજરાતની પ્રજાએ ભાજપના મેન્ડેટ માં વધારો કર્યો હોવાનું સ્વીકાર કર્યો હતો આ તબક્કે કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રદીપસિંહે આક્ષેપ કર્યા હતા કે વંશવાદ ના કારણે કોંગ્રેસની ઇમારત ખંડિત થઈ ચૂકી છે અને હવે માત્ર જમીન દોસ્ત થવાનું જ બાકી છે.


આ નિવેદન કરતાં ભાજપના સભ્યોએ પ્રદિપસિંહને વધાવ્યા હતા આ તબક્કે તેમણે વિજયભાઈ રૂપાણી ના નામનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સંવેદનશીલ સરકાર ના સંવેદન મુખ્યમંત્રી વિજયભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કહેલું કે હું ખુરશી ઉપર બેસીસ પરંતુ ખુશીને મારા ઉપર નહીં બેસવા દવ એવું નિવેદન આજે તેમણે સાર્થક કરી બતાવ્યું છે જેના કારણે પ્રજાએ વિજયના પરિણામ આપ્યા હોવાનો એકરાર કર્યો હતો ઉલ્લેખનીય છે કે તેમના વક્તવ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા કરેલી કામગીરીનો ચિતાર પણ રજૂ કર્યો હતો સાથે સાથે કોરોના ના કપડા કાળમાં રાજ્ય સરકાર દ્વારા કરેલી કામગીરીની વિગતો પણ આપી હતી અને રાજકોટમાં નિર્માણ થનાર એઇમ્સ નો ઉલ્લેખ કરતા ભાજપના સભ્યોએ તેમના આ નિવેદન ને પાટલી થપથપાવીને વધાવ્યો હતો.તો બીજી તરફ તેમણે લવજેહાદના કાયદાના કડક અમલીકરણ અંગે પણ ગૃહમાં વિગતો આપી હતી અને આ સત્રમાં લવ જેહાદ કાયદાને ગૃહમાં લાવી ઉત્તમથી સર્વોત્તમ સરકાર બનાવવાનો સંકલ્પ રજૂ કર્યો હતો.


Related News

Loading...
Advertisement