શેરબજાર તથા સોના-ચાંદીમાં ગાબડા

05 March 2021 03:46 PM
Business
  • શેરબજાર તથા સોના-ચાંદીમાં ગાબડા

સેન્સેકસમાં વધુ 650 પોઈન્ટનો કડાકો:વિશ્વ બજાર પાછળ મોટાભાગના શેરો તૂટયા: રોકડુ પણ ઝપટે:સોનું 46000 ની અંદર; વધુ 500 રૂપિયાનો ઘટાડો: વિશ્વ બજારમાં 1700 ડોલરની નીચે: ચાંદી પણ ડાઉન

રાજકોટ તા.5
મુંબઈ શેરબજારમાં કરેકશન આગળ ચાલ્યુ હોય તેમ આજે વધુ 650 પોઈન્ટથી અધિકનો કડાકો સર્જાયો હતો. બીજી તરફ સોના-ચાંદીમાં પણ ગાબડા પડયા હતા.શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદીનો આંચકો હતો. વિશ્વ બજારોનાં નેગેટીવ ટ્રેંડનો પ્રત્યાઘાત હતો. અમેરીકી બોન્ડ પીલ્ડ વધવાની અસરે વૈશ્વિકમાર્કેટ રેડઝોનમાં આવી જતા તેના પ્રત્યાઘાત હેઠળ ઘરઆંગણે પણ દબાણ વર્તાયું હતું. જંગી ખરીદી કરતી વિદેશી નાણા સંસ્થાઓએ ગઈકાલે બ્રેક મારી હતી. તેનો વસવસો હતો. ક્રુડતેલની તેજીનો પ્રત્યાઘાત હતો જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે મજબુત અર્થતંત્ર-ખાનગીકરણની નીતિ જેવા કારણોથી ભારતીય માર્કેટમાં માનસ પોઝીટીવ જ છે.પરંતુ બે દિવસથી વિશ્વ ઠળ મંદીમાં સપડાયું છે. આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો. હવે બે દિવસની રજાને કારણે નવી ખરીદીમાં રસ ઓછો થયાની પણ અસર હતી.


શેરબજારમાં આજે શરૂઆત જ મંદીના ટોને થઈ હતી. વેચવાલીનું દબાણ વધતા માર્કેટ વધુને વધુ નીચે ઉતરવા લાગ્યુ હતું. મોટાભાગનાં ઉદ્યોગ ક્ષેત્રોના શેરોમાં ગાબડા પડયા હતા. બેંક શેરોમાં આક્રમક વેચવાલી હતી. સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, પંજાબ નેશનલ બેંક, બીઓબી, એકસીસ બેંક, વગેરે તૂટયા હતા. વીપ્રો,ટેલ્કો, વોડાફોન, પીએનબી, ભેલ, પાવરગ્રીડ, ટીસીએસ, બજાજ ફીન સર્વીસ, ભારતી એરટેલ, ડો.રેડ્ડી,એચ.સી.એલ.ટેકનો, એચડીએફસી મોટો, કોટક બેંક, નેસલેમાં સુધારો હતો.


મુંબઈ શેરબજારનો સેન્સીટવ ઈન્ડેકસ 531 પોઈન્ટના ગાબડાથી 50314 હતો જે ઉંચામાં 50886 તથા નીચામાં 50160 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 173 પોઈન્ટ ઘટયો હતો અને 14907 સાંપડયો હતો જે ઉંચામાં 15092 તથા નીચામાં 14860 હતો.બીજી તરફ સોના-ચાંદીમાં મંદીનો દોર હતો. સોનુ હાજરમાં 45850 હતું વિશ્વ બજારમાં 1693 ડોલર હતું. કોમોડીટી એકસચેંજમાં 250 રૂપિયા તૂટીને 44250 હતું. ચાંદી હાજરમાં 65800 તથા કોમોડીટી એકસચેંજમાં 65500 હતી.


Related News

Loading...
Advertisement