જામનગરમાં રંગમતી નદી ઉપર રૂા.422 લાખના ખર્ચે ચેકડેમનું નિર્માણ કરાશે

05 March 2021 03:26 PM
Jamnagar
  • જામનગરમાં રંગમતી નદી ઉપર રૂા.422 લાખના ખર્ચે ચેકડેમનું નિર્માણ કરાશે

જામનગર તા.5: જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીને રોકવા માટે ચેકડેમ સહિતના વિવિધ કામો માટે એસ.જે.એમ.એસ.વાય યોજના હેઠળ રૂા.422 લાખના ખર્ચે રંગમતી નદીમાં ચેકડેમની દિવાલનું કામ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ છે.જામનગર શહેરમાં વ્હોરાના હજીરા પાસે રંગમતી નદી ઉપર રીવરબ્રીજ (નથુ વડલા) તથા રીટેઇનીંગ વોલ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. ખાસ કરીને વરસાદી પાણી ભુ-તળમાં ઉતરે તેવા ઉંડા હેતુસર નદીમાં ચેકડેમ બનાવવામાં આવેલ છે. તેમજ આ ચેકડેમ દ્વારા નદીનું પાણી પણ રોકવામાં આવેલ હતું. આવા મહત્વના વરસાદી પાણી જળ સંગ્રહ શકિત વધારવા તેમજ ખારાશને આવતી અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા એસ.જે.એમ.એસ.વાય યોજના હેઠળ ચેકડેમનું કામ શરૂ કરવા અને નદીની દિવાલ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ચેકડેમ અને રીટેઇનીંગ વોલના કામ માટે રૂા.422 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે.


Loading...
Advertisement