ઉનાળો આકરો બન્યો ! રાજકોટમાં આજે ચાલુ સિઝનનું સૌપ્રથમવાર 38.4 ડીગ્રી તાપમાન

05 March 2021 03:24 PM
Rajkot Saurashtra
  • ઉનાળો આકરો બન્યો ! રાજકોટમાં આજે ચાલુ સિઝનનું સૌપ્રથમવાર 38.4 ડીગ્રી તાપમાન

મધ્ય બપોરે મહતમ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી જશેરાજકોટ, તા. 5
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાંક દિવસોથી સવારમાં ઠંડી ગાયબ થઇ ગઇ છે અને બપોરે અકારો તાપ વર્તાવા લાગ્યો છે. હવામાન કચેરીએ પણ હવે દિન-પ્રતિદિન ગરમી વધવાના સંકેતો આપી દીધા છે. ત્યારે આજે બપોરે રાજકોટમાં ચાલુ માસનું અને શરૂ થયેલી ઉનાળુ સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાતા રાજકોટવાસીઓ આકરા તાપમાં શેકાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આજે બપોરે ર.30 કલાકે રાજકોટનું તાપમાન 38.4 ડીગ્રી નોંધાયુ હતું. જે આજે મધ્ય બપોરે વધીને 39 થી 40 ડિગ્રી વચ્ચે પહોંચી જવાની શકયતા છે.


રાજકોટમાં આજે બપોરે 12 વાગ્યા પહેલા જ સૂર્યદેવતા તપવા માંડયા હતા અને આકાશમાંથી ગરમી વરસાવા લાગ્યા હતા. અને બપોરે 2.30 કલાક સુધીમાં જ 38.4 ડિગ્રી તાપમાન પહોંચી જતા રાજકોટવાસીઓ આજે ચાલુ સીઝનની સૌપ્રથમ વધુ ગરમીથી અકળાઇ ગયા હતા.બપોરે 2.30 કલાકે શહેરમાં હવામાં ભેજ 19 ટકા નોંધાયો હતો અને પવનની સરેરાશ ઝડપ 12 કિ.મી. રહેવા પામી હતી.
આ ઉપરાંત આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાતા ઠંડી સાવ ગાયબ થઇ ગઇ હતી. તેમજ હવામાં ભેજ 68 ટકા રહેવા પામ્યો હતો.


Related News

Loading...
Advertisement