ચેક રિટર્નની ફરિયાદમાં ગુરૂદેવ સેલ્સ એજન્સીના માલિકને સજા ફટકારાઇ

05 March 2021 03:20 PM
Jamnagar Crime
  • ચેક રિટર્નની ફરિયાદમાં ગુરૂદેવ સેલ્સ એજન્સીના માલિકને સજા ફટકારાઇ

જામનગરની અદાલત દ્વારા ચેક રિટર્નના કેસમાં સકવતી ચુકાદો

જામનગર તા.5:
જામનગરમાં ગુરૂદેવ સેલ્સ એજન્સી સુરતના માલિક મનીષ એચ.પંડયાએ મધુસુદન સ્પાઇસીસ પ્રા.લી.ને આપેલ ચેક રિટર્નની ફરિયાદમાં એક વર્ષની સજા અને ચેકની રકમનો દંડ અને દંડ ન ભરે તો વધુ ચાર માસની સજાનો હુકમ અદાલતે કરેલ છે.આ કેસની વિગત એવી છે કે, જામનગરની મધુસુદન સ્પાઇસીસ પ્રા.લી. અને સુરતની ગુરૂદેવ સેલ્સ એજન્સી વચ્ચે વર્ષોથી વેપારી સંબંધો હતા અને છેલ્લા બુકસ ઓફ એકાઉન્ટ અનુસાર ફરિયાદી મધુસુદન સ્પાઇસીસ પ્રા.લી.ને આરોપી મનીષભાઇ પંડયાએ રૂા.3,02,521નો ચેક આપેલ હતો. જે રિટર્ન થતા હાલની ફરિયાદ કરાયેલ હતી.

ફરિયાદી દ્વારા પોતાના બચાવમાં ઓડિટેડ એકાઉન્ટ રજૂ કરી અને માલની ગુણવત્તા અને ચેક સિકયુરીટી પેટે આપેલ હોવાનું જણાવેલ પરંતુ તે અંગેનો કોઇ માન્ય પુરાવો રજૂ કરી શકેલ નહી. જેથી અદાલતે બન્ને પક્ષોની દલીલો બાદ એડિશ્નલ સિવિલ જજ આર.બી.જોષીએ આરોપી ગુરૂદેવ સેલ્સ એજન્સીના માલિક મનીષ પંડયાને એક વર્ષની કેદ અને ચેકની રકમનો દંડ કરેલ અને દંડ ન ભરે તો વધુ ચાર માસની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે વકિલ અશ્ર્વિન મકવાણા, નિશા આર.સુદ્રા અને ભાવિષા ભટ્ટી રોકાયા હતા.


Related News

Loading...
Advertisement