જામનગર તા.5: જામનગરમાં એક તરફ ઉનાળાની ગરમી જેવું વાતાવરણ અને બીજી તરફ પરોઢિયે ભારે ધુમ્મ્સવાળું વાતાવરણ સર્જાતા શહેરીજનોને મિક્ષઋતૃનો અનુભવ થયો હતો.શિયાળાની વિદાય સાથે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો ઉંચકાશે.ગરમી સીઝન શરૂ થશે.જામનગર જિલ્લા કલેકટર કચેરી કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98 ટકા નોંધાયું હતું. અને પવનની ગતિ પ્રતિ કલાક 5.4 કિલોમીટર નોંધાઈ હતી.શહેરમાં ભેજનું પ્રમાણ વધતા ઝાંકળ વર્ષ થઇ હતી. ભારે ધુમ્મ્સને લીધે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. શિયાળાની વિદાય ના સમયે ભારે ધુમ્મસ આવતા મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દિવસે ગરમી વચ્ચે સાંજે પવન ફુકાય છે. જેથી રાત્રીના સૌએ થોડું ઠંડુ વાતાવરણ રહે છે.