સૌરવ ગાંગુલી કાલની રેલીમાં હાજર રહેશે ? સસ્પેન્સ

05 March 2021 03:11 PM
Sports Top News
  • સૌરવ ગાંગુલી કાલની રેલીમાં હાજર રહેશે ? સસ્પેન્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કોલકતામાં એક જંગી રેલી યોજી રહયા છે. જેમાં 3 મંચ હશે. અને 1 મંચ ઉપર એકલાજ મોદી નજરે પડશે. આ રેલીમાં હાજર રહેવા માટે ભારતીય ક્રિેકેટ બોર્ડના ચેરમેન અને પ. બંગાળમાં સેલીબ્રિટી સ્ટેટસ ધરાવતા સૌરવ ગાંગુલીને આમંત્રણ અપાયુ છે. પરંતુ સૌરવ હાજર રહેશે કે કેમ તે અંગે ભાજપના નેતાઓ પણ કંઇ કહેવા તૈયાર નથી. બીજેપીના એક ઉચ્ચ નેતાએ કહયુ કે સૌરવે હાજર રહેવુ કે કેમ તેણે નકકી કરવાનું છે. સૌરવ ગાંગુલી એ હાલમાં જ બે વખત એનજીઓ પ્લાસ્ટી કરાવી છે. અને તેના કારણે તેના સ્વાસ્થય અંગે પણ પ્રશ્ર્ન છે. તે પોતાના નિવાસે આરામમાં છે અને અટલી ભીડ વચ્ચે જવુ કે કેમ તે તબીબોની સલાહ ઉપર જશે.


Related News

Loading...
Advertisement