રાજયના બે કેબીનેટ મંત્રીઓ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે કોરોના વેકસીન લીધી

05 March 2021 03:08 PM
Ahmedabad Gujarat Top News
  • રાજયના બે કેબીનેટ મંત્રીઓ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે કોરોના વેકસીન લીધી

રાજયમાં કોરોના વેકસીનેશનનો બીજા તબકકો શરૂ થયો છે તે સમયે હવે કેબીનેટના સિનીયર મંત્રીઓ પણ વેકસીન લેવા લાગ્યા છે જેમાં આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા તેમના ધર્મપત્નીએ સોલા ખાતેની સિવિલ હોસ્પિટલમાં પહોંચી જઇને કોરોના વેકસીન લીધી હતી. બંને 60+ નાગરીકોની શ્રેણીમાં આવે છે કે જેઓને આ તબકકમાં કોરોના વેકસીન આપવાની છે, વેકસીન લીધા બાદ નીતિનભાઇએ કહ્યું કે કોરોના વેકસીનએ સંક્રમણ સામે સૌથી સુરક્ષીત ઉપાય છે. અને દરેક નાગરિકોએ વેકસીન લેવી જોઇએ. બાદમાં ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ પણ સોલા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેઓએ પણ કોરોના વેકસીન લીધી હતી અને જણાવ્યું કે વેકસીન લીધા બાદ હું વધુ સુરક્ષીત મહેસુસ કરૂ છું.


Related News

Loading...
Advertisement