એસ્સાર પાવર ગુજરાત કંપની દ્વારા પ્રદુષણ ફેલાવા અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત

05 March 2021 02:49 PM
Jamnagar
  • એસ્સાર પાવર ગુજરાત કંપની દ્વારા પ્રદુષણ ફેલાવા અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત

જામનગર તા.5:
એસ્સાર પાવર ગુજરાત કંપની ની ચીમની દ્વારા ફેલાતા ડસ્ટ ના બેફામ પ્રદુષણ ને લીધે આસપાસ ના વિસ્તારમાં જાહેર આરોગ્ય, પર્યાવરણ, ખેતી, માનવ વસાહત તેમજ સમગ્ર સજીવ સૃષ્ટિ માટે ભયંકર ખતરા જનક સાબિત થઈ રહી છે. આ અંગે જવાબદાર પ્રશાસન સમક્ષ અનેક લેખિત ફરિયાદો છતા. કંપનીના જવાબદારોના પેટનુ પાણી હલતુ નથી. વળી કંપની આવુ મહાપાપ છુપાવવા અગાવ એસડીએમ ખંભાળિયા દ્વારા સીઆરપીસી-133 મુજબ નોટિસ પાઠવી આપવામાં આવેલ હુકમ નુ સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. હુકમની એક પણ શરતોનું પાલન નથી થતુ. ત્યારે જીપીસીબી પણ માત્ર કાગળ ઉપર જ કામગીરી કરી સંતોષ માની લે છે. શુ આટલી વિશાળ ખૂલ્લી જગ્યામાં ફેલાતા ડસ્ટ નુ પ્રદુષણ ગુજરાત પ્રદુષણ બોર્ડ કે કંપની ને નહિ દેખાતું હોય તેવો સવાલ લોકોમાં થઈ રહ્યો છે. દુર્ગંધ અને ચીમનીઓ ની સતત ઊડતી ડસ્ટ આખિર આ બધુ ક્યાં સુધી તેવો સવાલ થાય છે.? આસપાસ ના વિસ્તારો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે જવાબદાર પ્રસાસન શુ ઘોર નિંદ્રામાંથી જાગશે ખરા તે જોવાનું રહ્યુ. આ પ્રશ્ર્ન અંગે સ્થાનિક ગ્રામ્ય કક્ષાના આગેવાન દ્વારા કલેકટર સહિતના ઉચ્ચઅધિકારીઓને પત્ર પાઠવી રજૂઆત કરાઇ હોવાનું જણાવા મળી રહ્યું છે.


Loading...
Advertisement