કોરોનાના કારણે કેન્સર કોર્નરમાં મુકાયું: વર્ષ 2020માં 80 ટકા ઓછી સર્જરી

05 March 2021 02:49 PM
India
  • કોરોનાના કારણે કેન્સર કોર્નરમાં મુકાયું: વર્ષ 2020માં 80 ટકા ઓછી સર્જરી

કેન્સર પીડિત બાળકોની સારસંભાળ પણ 78 ટકા ઘટી ગઈ: તપાસ સીમીત હોઈ કેન્સરના નવા કેસ પણ બહાર ન આવ્યા

નવી દિલ્હી તા.5
કોરોના મહામારીના કારણે વર્ષ 2020માં દુનિયાભરમાં 80 ટકા કેન્સર સર્જરી ઓછી થઈ છે. ‘લાંસેટ’ મેગેઝીનમાં પ્રકાશિત અમેરિકી વૈજ્ઞાનિકોના 79 દેશોમાં કરવામાં આવેલા નવા અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમીતોના સારવારના અધિક દબાણના કારણે કેન્સરની સર્જરી ટાળવી પડી હતી. આ સમય દરમ્યાન કેન્સરના કેસોમાં પણ વધારો થયો હતો.

અમેરિકાના સેન્ટ જૂડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પીટલનાં સર્વેક્ષણમાં 22 જૂનથી 21 ઓગષ્ટ 2020 દરમ્યાન 79 દેશોમાં 213 સંસ્થાનોના 311 સ્વાસ્થ્ય કર્મીઓને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં હોસ્પીટલનું આકલન કરવા, કોરોનાથી સંક્રમીત દર્દીઓની સંખ્યા અને કેન્સર સારસંભાળમાં આવેલા વિધ્નો સહીત સવાલ સામેલ કરાયા હતા. આ અધ્યયન દળમાં મુંબઈની બોમ્બે હોસ્પીટલ ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝની રશ્મી દળવી પણ સામેલ છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે મહામારીના કારણે દુનિયાભરની હોસ્પીટલો પર ઘણી અસર થઈ છે, જેમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો, કેન્સર પીડિત બાળકો માટે બેડની સંખ્યા ઓછી થવી અને પીપીઈની કમી વગેરે સામેલ છે. સંશોધકોના અનુસાર હોસ્પીટલોમાં કેન્સર પીડિત બાળકોની સારસંભાળ 78 ટકા ઘટી ગઈ હતી. 43 ટકા હોસ્પીટલોમાં કેન્સરની તપાસ ખૂબ જ સીમીત હતી, જેથી નવા કેસનો પતો જ નહોતો મળ્યો.


Related News

Loading...
Advertisement