કેવડીયા સૈન્ય કમાન્ડ કોન્ફરન્સમાં પહોચતા રાજનાથસિંઘ

05 March 2021 11:47 AM
Ahmedabad Gujarat
  • કેવડીયા સૈન્ય કમાન્ડ કોન્ફરન્સમાં પહોચતા રાજનાથસિંઘ
  • કેવડીયા સૈન્ય કમાન્ડ કોન્ફરન્સમાં પહોચતા રાજનાથસિંઘ
  • કેવડીયા સૈન્ય કમાન્ડ કોન્ફરન્સમાં પહોચતા રાજનાથસિંઘ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ત્રણ દિવસની કોન્ફરન્સનો આજે બીજો દિવસ : વડાપ્રધાન સમાપન સમારોહમાં સામેલ થશે: ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ રાવત તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ પણ હાજર

ગાંધીનગર: ગુજરાત અને દેશ તથા વિદેશમાં એક પર્યટન ઉપરાંત કોન્ફરન્સ સ્થળ તરીકે જાણીતા થયેલા સ્ટેચ્યુ ઓફ યુનીટીમાં ચાલી રહેલી દેશના સૈન્યની ત્રણેય પાંખની સંયુક્ત કમાન્ડ કોન્ફરન્સમાં ભાગ લેવા કેન્દ્રના સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંઘ આજે પહોંચ્યા હતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાંજે રાત્રીના અથવા આવતીકાલે સમાપન સમારોહમાં પહોંચે તેવી ધારણા છે. દેશની સુરક્ષા નીતિના સદર્ભમાં આ ત્રણ દિવસની કોન્ફરન્સ મહત્વની ગણાય છે જેમાં સૈન્યદળોના ભવિષ્યની તૈયારીઓ તથા આવશ્યકતા અંગે એક બ્લુ પ્રીન્ટ તૈયાર કરવામાં આવે છે અને પ્રથમ વખત આ કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનીટીના સાનિધ્યમાં મળી રહી છે.


ટેન્ટ સીટી ટુ ખાતે યોજાઈ રહેલી આ કોન્ફરન્સમાં ભાગ લેવા દેશના પ્રથમ ચીફ ઓફ સ્ટાફ જનરલ બીપીન રાવત તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ પણ પહોંચી ગયા છે તથા સેનાની ત્રણેય પાંખના વડા પણ ઉપસ્થિત છે તો પ્રથમ વખત વડાપ્રધાને આ કોન્ફરન્સમાં ‘જવાન’ રેન્કના સૈનિકને ઉપસ્થિત રહેવા માટે જણાવીને સરહદ પર તૈનાત આ જવાનોની આવશ્યકતા અને ખરેખર સરકારી સ્થિતિ અંગે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા થશે. શ્રી રાજનાથ સિંઘ કાલે વડોદરા વિમાની મથકે પહોંચ્યા તે સમયે સૈન્યના અધિકારીઓ ઉપરાંત વડોદરાના પોલીસ કમિશ્ર્નર સમશેરસિંઘ વડોદરાના કલેકટર શાલીની અગ્રવાલ હાજર હતા. બાદમાં તેઓ હેલીકોપ્ટર મારફત કેવડીયા ખાતેની કોન્ફરન્સમાં સામેલ થયા હતા.


Related News

Loading...
Advertisement