‘યહાં રાજદીપ કન્ટ્રકશન કા રાજ ચલતા હૈ’ કહી હાઇવે બનાવતી મહારાષ્ટ્ર ક્ધસ.ના સ્ટાફ પર ખૂની હૂમલો

05 March 2021 11:34 AM
Rajkot Crime
  • ‘યહાં રાજદીપ કન્ટ્રકશન કા રાજ ચલતા હૈ’ કહી હાઇવે બનાવતી મહારાષ્ટ્ર ક્ધસ.ના સ્ટાફ પર ખૂની હૂમલો

રાજકોટ-ગોંડલ હાઇવે રીબડા ગામનો બનાવ:આરોપીઓએ જતા-જતાં પેવર મશીનનો ડામર ઢોળી નુકશાન કરી કહ્યું, ‘યે કોન્ટ્રાકટ તુમકો કિસને દીયા દોબારા ઇધર આના મત’ : યુવાનનાં બે હાથ અને પગ ભાંગી નાખ્યા : રાયોટ, હુમલો અને નુકશાનની ફરિયાદ : સીસીટીવી ફૂટેજને આધારે તપાસ :મહારાષ્ટ્રની એવરેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલોપર્સ સોલાપુરને હાઇવે બનાવવાનો કોન્ટ્રાકટ મળતા ખાર રાખી ગોંડલ બાજુથી કારમાં આવેલા દસ શખ્સોએ શ્રમિકોને ધમકાવ્યા બાદ ધોકા વડે હૂમલો કર્યો

રાજકોટ તા.5
રાજકોટ ગોંડલ હાઇવે પર રિબડા ગામ પાસે નેશનલ હાઇવે પર ડામર કામ કરી રહેલા એવરેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલોપર્સ સોલપુર મહારાષ્ટ્રના કર્મચારીને ડામરકામના કોન્ટ્રાકટ મળતા તેનો ખાર રાખી રાજદીપ ક્ધટ્રકસનના ગોંડલ તરફથી આવેલા 10 અજાણ્યા માણસોએ ધમકી આપી હુમલો કર્યા બાદ ડામર ઢોળી નુકશાન કર્યાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મહારાષ્ટ્ર સોલપુરના ગણપતિઘાટ અને હાલ રાજકોટના કુવાડવાના બેટી પ્લાન્ટ પાસે રહેતા હરિશચંન્દ્ર દાદારાવ રૂપચંદ્રેશ રેસવાલ (ચમાર)(ઉ.વ.35)એ ગોંડલ તાલુકા પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હુ મારા પરીવાર સાથે રહુ છુ અને એવરેસ્ટ ઇન્ફાસ્ટ્રકચર એન્ડ ડેવલોપર્સ સોલાપુર (મહારાષ્ટ્ર) નામની કંપનીમા પેવર મશીનમા ઓપરેટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરું છું અને હાલે ઉપરોક્ત કંપનીનો રાજકોટ થી જેતપુર ડામર રોડ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ હોય ત્યાં હું તથા કંપનીના માણસો કામ કરીએ છીએ.


તા.03/03ના રોજ સાંજના સમયે હું પેવર મશીન લઇને ઉપરોકત કંપનીના માણસો જેમા અવધુબર હનુમંત સુર્યવંશી,સુશાંત માશળકર,વીજય સાઇટ એન્જીનીયર અને બીજા માણસો રાજકોટ થી ગોંડલ જતા નેશનલ હાઇવે રોડ ઉપર રીબડા ગામ પાસે હાઇવે ઉપર ડામર બનાવવાનું કામ ચાલુ કરેલ હતું અને બાદ રાત્રીના સમયે હુ મશીન ઉભુ રાખી ને તેની બાજુમા ઉભેલ હતો અને બીજા માણસો કામ કરતા હતા.


તે સમય દરમ્યાન ત્યા એક સફેદ કલરની સ્કોર્પીયો ગાડી તેમજ એક બીજી ગાડી અમારી પાસે આવી તે બન્ને ગાડી માંથી દશેક માણસો તેના હાથ માં લાકડાના ધોકા લઇને નીચે ઉતરીને હું કાઇ સમજુ તે પહેલા મારી પાસે આવી બધા એકસંપ થઇ બેફામ ગાળો દેવા લાગેલ અને કાંઇક જોર જોરથી બોલતા હતા અને મને હીન્દીમાં કહેલ કે "યહા હમારા રાજ ચલતા હે તુમકો કોન્ટ્રાકટ કીસને દિયા તેમ કહી" મને આ બધા બેફામ આડેધડ શરીરે બન્ને હાથ માં પગમાં વાસા મા લાકડાના ધોકા વડે માર મારવા લાગ્યા હતા અને આ દરમ્યાન અમારી કંપની ના માણસો જેમા અવધૂંબર હનુમંત તથા સુશાંત માશળકર તથા ત્યા લેબર કામ કરતા રામજીભાઇ તેમજ બીજા કંપનીના માણસો મને છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ આ આવેલા લોકો એ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારવા લાગેલા આ મને તથા કંપની ના માણસો ને મારમારવા વાળા માણસો ને હું ઓળખતો નથી ત્યારબાદ આ લોકો મને તથા કંપની ના માણસો ને હિંદીમા કહેતા હતા કે" યહા સિર્ફ રાજદીપ કંનસ્ટ્રકશન કા રાજ ચલતા હે દુબારા ઇધર આના મત" તેમ કહી બાદમાં ધમકી આપી કંપનીના પેવર મશીનનો ડામર ઢોળી નુકસાન કરી તેઓની કારમા પરત ગોંડલ બાજુ જતા રહ્યા હતા.


થોડીવાર બાદ કોઇક કંપની ના માણસો એ ભરૂડી ટોલનાકે જેમાં વેસ્ટ ગુજરાત એકસપ્રેસ લી. પ્રોજેકટ જેની નીચે અમારી કંપની આવે છે તેના મેઇન માણસ અજયસિંહ ઠાકુર તથા સેફટી મેનેજર દીલીપસિંહ તથા બીજા માણસો ત્યાં આવી ગયેલા અને મને અને બીજા માણસો ને ઇજા થયેલ હોય જેથી ગોંડલ સરકારી દવાખાને ત્યારબાદ ક્રિષ્ના હોસ્પીટલ માં સારવાર માં લાવેલ છે અને બંને હાથ માં તથા જમણા પગમાં ફેકચર થયેલ છે અને મુઢ ઇજા ઓ થયેલ છે તેમજ સાથેના માણસો ને શરીરે સામાન્ય ઇજાઓ થયેલી છે.આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં રાજદીપ ક્ધટ્રકસનના ગોંડલ તરફથી આવેલા 10 જેટલા માણસો સામે હુમલો,રાયોટ અને નુકસાની કર્યાની ફરિયાદ કરતા પોલીસ મથકના પીએસઆઇ એમ.જે.પરમાર એ આરોપીઓ ને હાઇવે પરના સીસિટીવી કેમેરાની મદદથી દબોચી લેવા કવાયત શરૂ કરી છે.


Related News

Loading...
Advertisement