પ્રથમ વખત રાજકોટથી ભારત દર્શન કુંભ વિશેષ ટ્રેન ઉપડશે

05 March 2021 11:28 AM
Rajkot Travel
  • પ્રથમ વખત રાજકોટથી ભારત દર્શન કુંભ વિશેષ ટ્રેન ઉપડશે

આ ટ્રેન થકી મુસાફરોને મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર અને માતા વૈષ્ણોદેવીના દર્શનનો લ્હાવો મળશે, ઉનાળુ વેકેશનને લઈને સારો પ્રતિસાદ

રાજકોટ, તા.5
ભારતીય રેલ વિભાગ દ્વારા રાજકોટથી સૌ પ્રથમ વખત ભારત દર્શન કુંભ વિશેષ ટ્રેન ઉપાડવામાં આવશે. ખાસ ઉનાળુ વેકેશનને ધ્યાનમાં લઈ મુસાફરો માટે પ્રવાસનના હેતુ માટે આ વિશેષ ટ્રેનનું આયોજન કરાયું છે. ઉનાળુ વેકેશનને લઈને મુસાફરો દ્વારા તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આ ટ્રેન યાત્રામાં ધાર્મિક સ્થળો જેવા કે, મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર અને માતા વૈષ્ણોદેવીના દર્શન કરાવાશે. જ્યારે બીજી ટ્રેનમાં પણ રાજકોટથી 20 માર્ચના રોજ ઉપડશે તેને દક્ષિણ ભારત દર્શન નામ અપાયું છે, આ ટ્રેનમાં દક્ષિણ ભારતના ખ્યાતનામ સ્થળો પર જવા માટેની સુવિધા કરાઈ છે.


ટ્રેનમાં મુસાફરો માટે ગુણવત્તાસભર ભોજન, માર્ગ પરિવહન અને બસની વ્યવસ્થા તેમજ આવાસ અને. ટૂર એસ્કોર્ટ કોચની પણ સુવિધા પૂરી પડાશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને મુસાફરોને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, અને ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કરાશે. જો કોઈ મુસાફર મુસાફરી દરમિયાન અસ્વસ્થ જણાય તો તેમના માટે આરોગ્યલક્ષી સેવાઓ પણ ટ્રેનમાં ઉપલબ્ધ બનશે.


Related News

Loading...
Advertisement