રાજકોટ જિલ્લામાં વધુ એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત

05 March 2021 11:27 AM
Rajkot
  • રાજકોટ જિલ્લામાં વધુ એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત

108 હેલ્પ લાઇનમાં 38 કોલ્સ નોંધાયા : 670 એન્ટીજન ટેસ્ટ કામગીરી : ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલમાં 1899 બેડ ખાલી

રાજકોટ, તા.5
રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણ સાથે પોઝીટીવ કેસમાં વધારો નોંધાયો છે. ગઇકાલે બે દર્દીના વધુ મોત જાહેર થયા બાદ આજે વધુ એક દર્દીનું મોત તંત્રએ જાહેર કર્યુ છે.આરોગ્ય વિભાગે આજે સવારે બહાર પાડેલા બુલેટીનમાં 1 દર્દીનું મોત જાહેર કર્યુ છે. ગઇકાલના બે દર્દીના મોતમાં ડેથ ઓડીટ કમીટીએ રિપોર્ટ નીલ આપ્યો છે.આરોગ્ય વિભાગની સર્વેલન્સ કામગીરીમાં તાવ, શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા 57 કેસો નોંધાયા હતા. 44 ધનવંતરી રથમાં 104 અને હેલ્થ સેન્ટરની ઓપીડી 91 નોંધાઇ હતી. 104 હેલ્પ લાઇનમાં 7 અને 108 હેલ્પલાઇનમાં 38 કોલ્સ નોંધાયા હતા. પાંચ સંજીવની રથમાં ર4 ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો. 44 ટેસ્ટીંગ વાહનોમાં 670 એન્ટીજન ટેસ્ટની કામગીરી થઇ હતી.આરોગ્ય વિભાગે મોટી પાનેલી, જુની સાંકળી, કાલંભડી, ખંભાળા વિસ્તાર કવર કર્યા છે. ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલમાં 1899 બેડ ઉપલબ્ધ છે.


Related News

Loading...
Advertisement