રાજકોટ તા.5
: સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના વેકિસન રસીકરણનાં બીજા તબકકામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. છેલ્લા ર4 કલાકમાં સૌરાષ્ટ્રમાં વધુ 99 પોઝીટીવ કેસ સામે 76 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.સૌરાષ્ટ્રમાં રાજકોટ જીલ્લામાં 4પ શહેર 9 ગ્રામ્ય કુલ 54, જામનગર 14 શહેર 3 ગ્રામ્ય કુલ 17, ભાવનગર 8, જુનાગઢ 8 , અમરેલી 4, બોટાદ 3, દ્વારકા-મોરબી ર-ર, ગીર સોમનાથ 1 સહીત 99 પોઝીટીવ કેસ નોંધાયા છે.જયારે રાજકોટ-49, જામનગર-ર, ભાવનગર 1ર, જુનાગઢ 6, અમરેલી-મોરબી 3-3 , પોરબંદર 1 સહીત 76 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.કચ્છમાં નવા વધુ 10 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજયમાં નવા 480 કેસ સામે 369 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજયનો રીકવરી રેટ 97.36 ટકા નોંધાયો છે.
રાજકોટ
રાજકોટ જીલ્લામાં વધુ નવા 54 પોઝીટીવ કેસ સામે 49 દર્દીઓ સ્વસ્થ થયા છે. શહેરનો કુલ આંક 16360 નોંધાયો છે. હાલ 220 દર્દીઓ સારવાર હેઠળ છે. 2 દર્દીઓના મોત થયા છે.
ભાવનગર
ભાવનગર જીલ્લામાં નવા 8 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જીલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 6213 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા 6 પુરુષ અને ર સ્ત્રી મળી કુલ 8 લોકોના રીપોર્ટ પોઝીટીવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.જયારે ભાવનગર મહાનગરપાલીકા વિસ્તારમાં 10 કેસ કુલ 10 કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પીટલમાંથી રજા અપાઇ છે.
જીલ્લામાં નોંધાયેલા 6213 કેસ પૈકી હાલ 33 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જીલ્લામાં 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જીલ્લામાં કેસ નોંધાયા છે. જામનગર જીલ્લામાં પણ ફરી કોરોના એ ઉથલો માર્યો છે. પોરબંદર, સુરેન્દ્રનગર જીલ્લો કોરોના મુકત થયો છે.
દ્વારકા જિલ્લો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં ગઇકાલે ગુરૂવારે કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયો છે. જયારે જિલ્લાના અન્ય ત્રણ તાલુકાઓમાં એક પણ નવો દર્દી સામે આવ્યો નથી. જો કે ગઇકાલે એક પણ દર્દી ડિસ્ચાર્જ કરાયા નથી. જેથી જિલ્લામાં 18 એકટીવ કેસ તથા મૃત્યુનો કુલ આંક 85નો યથાવત રહ્યો છે.