બોલીવુડ એકટ્રેસ ઝરીનખાન ડોકટરેટની ડિગ્રીથી સન્માનીત

05 March 2021 09:53 AM
Entertainment
  • બોલીવુડ એકટ્રેસ ઝરીનખાન ડોકટરેટની ડિગ્રીથી સન્માનીત

ગોવામાં આયોજીત નેલ્સન મંડેલા નોબેલ પીસ એવોર્ડ સમારોહમાં સન્માન અપાયું

નવી દિલ્હી તા.5
ગોવામાં આયોજીત નેલ્સન મંડેલા નોબેલ પીસ એવોર્ડ 2020માં ગઈકાલે અમેરિકન યુનિવર્સિટી ઓફ ગ્લોબલ પીસ કાર્યક્રમ યોજાયો હતો, જમાં બોલીવુડ એકટ્રેસ ઝરીનખાનને માનદ ડોકટરેટની પદ્વીથી સન્માનીત કરાઈ હતી.આ કાર્યક્રમની તસ્વીરો ઝરીનખાને તેના ઓફીશ્યલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તેને ડીગ્રી અર્પણ કરતા નજરે પડે છે.આ સમારોહમાં ભારતીય સેનાના અધિકારી સહિત વી.કે.શ્રીકુમાર, લિએન્ડર પેસ, સંગ્રામસિંહ વગેરે મહાનુભાવો હાજર હતા. ઝરીનને ફેન્સ તેમજ બોલીવુડના કલાકારોએ શુભ કામના પાઠવી છે. બે લાખથી વધુ લોકોએ તસ્વીરને લાઈક કરી છે.


Related News

Loading...
Advertisement