મુંબઇ તા.5
સોની ટીવીના રિયાલીટી શો ઇન્ડિયન આઇડલ-12માં ઉપસ્થિત એક જમાનાની ડ્રીમગર્લ અને અભિનેત્રી હેમામાલિનીએ તેના અને ધર્મેન્દ્રના બારામાં એક એવો કિસ્સો વર્ણવ્યો હતો કે જે સાંભળીને સૌ કોઇ દંગ રહી ગયા હતા.પોતાના જૂના દિવસોનો શૂટીંગનો કિસ્સો સંભળાવતા હેમામાલિનીએ જણાવ્યું હતું કે જયારે હું એક ગીતનું શૂટીંગ કરી રહ્યા હતા ત્યારે મારા પિતા પણ શૂટીંગમાં આવતા હતા જેથી હું અને ધર્મેન્દ્ર સાથે એકાંત ન વીતાવી શકીએ પિતા સામે હેમામાલિની કંઇ કરી પણ ન્હોતી શકતી. આ ઘટનાને યાદ કરતા હેમાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે શૂટીંગ માટે મારી મા કે મારા કાકી મારી સાથે આવતા હતા પરંતુ એક ગીતના શૂટીંગ દરમિયાન મારા ફાધર મારી સાથે હતા. કારણ કે તેમને એ ચિંતા હતી કે હું ધરમજી સાથે એકલા સમય ન વીતાવુ, એમને ખબર હતી કે અમે બંને ખાસ મિત્રો છીએ. મને યાદ છે, જયારે અમે કારમાં જતા હતા ત્યારે તો મારા પિતા તરત મારી બાજુની સીટમાં બેસી જતા હતા પણ ધરમજી કંઇ કમ નહોતા, તે બીજી બાજુની સીટમાં મારી બાજુમાં બેસી જતા હતા.