કોરોના મહામારીના કારણે વિદેશમાં ફસાયેલા ૮૭૦૦૦થી વધુ ગુજરાતીઓ વતન પરત ફર્યા

04 March 2021 10:21 PM
Government Gujarat India
  • કોરોના મહામારીના કારણે વિદેશમાં ફસાયેલા ૮૭૦૦૦થી વધુ ગુજરાતીઓ વતન પરત ફર્યા

હાલ ‘વંદે ભારત મિશન’ ૮મો તબક્કો ચાલુ : વિદેશમાં ફસાયેલા તમામ લોકોને હવાઈ અથવા દરિયાઈ માર્ગે પરત લાવવાની કામગીરી યથાવત

ગાંધીનગર:
કોરોના મહામારીના લીધે વિદેશમાં ફસાયેલા ૮૭૦૦૦ જેટલા ગુજરાતીઓને ‘વંદે ભારત મિશન’ યોજના હેઠળ વતન પરત ફર્યા છે. ગુજરાત સરકાર દ્વારા આ માહિતી જારી કરાઈ છે.

કોરોના કાળમાં વિશ્વભરના દેશોએ અનેક પડકારોનો સામનો કર્યો. ઉપરાંત ભારત તેમજ અન્ય દેશોમાં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને અન્ય પ્રતિબંધોને લીધે અનેક લોકો જુદા - જુદા દેશોમાં ફસાઈ ગયા હતા. આ તરફ ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકાયો હતો. એકાએક આ નિર્ણય કરવાની સરકારને ફરજ પડી હતી. કારણ કે કોરોના સંક્રમણ અટકાવવા આ પગલું ખૂબ ન મહત્વનું હતું. જેથી વિદેશમાં ફરવા માટે અથવા બહાર રહેતા પરિવારજનોને મળવા માટે ગયેલા અને જુદા - જુદા દેશોમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ફસાયા હતા. આવા લોકોએ ભારત પરત ફરવું હતું પરંતુ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા બંધ હોવાથી પરત આવી શકતા નહોતા, જોકે સરકારે આવા નાગરિકો સામે સંવેદના દાખવી અંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ પર પ્રતિબંધ હોવા છતાં ‘વંદે ભારત મિશન’ સ્કીમ હેઠળ યુકે, યુએસ, કેન્યા, ભૂટાન સહિતના દેશો સાથે સ્પેશ્યલ ફ્લાઈટનું આયોજન કરીને વિદેશમાં ફસાયેલા લોકોને ભારત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ‘વંદે ભારત મિશન’ હેઠળ વતન ફરતા લોકોની યોગ્ય મેડિકલ તપાસ કરવામાં આવી છે અને ત્યારપછી ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે ક્વોરન્ટાઈન રાખવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે ૩૧મી જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં વિશ્વના અલગ અલગ દેશોમાં ફસાયેલા કુલ ૮૭,૧૪૪ ગુજરાતીઓને ભારત સરકારની મદદથી તેમના વતન પરત લાવવામાં આવ્યા છે. અને હજુ પણ વિદેશમાં ફસાયેલા તમામ લોકોને તબક્કાવાર રીતે હવાઈ અથવા દરિયાઈ માર્ગે પરત લાવવામાં આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા ૨૩મી માર્ચ ૨૦૨૦થી સસ્પેન્ડ રાખવામાં આવી છે. જોકે ‘આંતરરાષ્ટ્રીય એર બબલ’ પેક્ટ હેઠળ બે દેશની વચ્ચે અંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી શકે છે.

● ૬ મિલિયન ભારતીયો વતન પહોંચ્યા

વિદેશમાં ફસાયેલા લોકોને ભારત પરત લાવવા ખાસ ‘વંદે ભારત મિશન’ લોન્ચ કરવામાં આવ્યું હતું. હાલ આ યોજનાનો ૮મો તબક્કો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં ૬ મિલિયન ભારતીયો વતન પરત ફર્યા છે તેમ કેન્દ્રીય સિવિલ એવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement