ભાવનગરમાં આજે કોરોનાના નવા ૮ કેસ, ૧૦ દર્દી ડિસ્ચાર્જ

04 March 2021 08:00 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના નવા ૮ કેસ, ૧૦ દર્દી ડિસ્ચાર્જ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૨૧૩ કેસો પૈકી ૩૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૪
ભાવનગરમાં આજરોજ ૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કુલ કેસોની સંખ્યા ૬,૨૧૩ થઈ છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૬ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૬,૨૧૩ કેસ પૈકી હાલ ૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૬૯ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement