ગુજરાતમાં કોરોના કહેર યથાવત : સતત આઠમા દિવસે ૪૦૦થી વધુ કેસ : ૩૬૯ દર્દી સાજા થયા

04 March 2021 07:54 PM
Gujarat
  • ગુજરાતમાં કોરોના કહેર યથાવત : સતત આઠમા દિવસે ૪૦૦થી વધુ કેસ : ૩૬૯ દર્દી સાજા થયા

આજે એક પણ દર્દીનું મોત નહીં : મૃત્યુઆંક ૪૪૧૨, એક્ટિવ કેસ વધીને ૨૭૪૯ થયા : રિકવરી રેટ ઘટીને ૯૭.૩૬ ટકા થયો

રાજકોટ, તા.4
ગુજરાતમાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે. આજે સતત આઠમા દિવસે ૪૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૩૦૦થી વધુ દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસો વધીને ૨૭૪૯ થઈ ગયા છે. તેમજ કુલ સંક્રમિતોની સંખ્યા ૨.૭૧ લાખને પાર થઈ ગઈ છે. રિકવરી રેટ ઘટીને ૯૭.૩૬ થયો છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૪૮૦ કેસો નોંધાયા છે. એક પણ દર્દીનું મોત થયું નથી. જ્યારે ૩૬૯ દર્દીઓ સાજા થયા છે. એ સાથે જ ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા ૨,૬૪,૫૬૪ થઈ ગઈ છે. હાલ કુલ ૪૦ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૨૭૦૯ દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૪૧૨ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨,૭૧,૭૨૫ થયો છે.

રાજ્યમાં પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ ૪ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ કોઈ કેસ સામે આવ્યો નથી.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ ૧૦૧, સુરત ૧૦૫, વડોદરા ૯૩, રાજકોટ ૫૪, જામનગર ૧૭, ગાંધીનગર ૧૧, આણંદ - કચ્છ ૧૦, ભાવનગર - જૂનાગઢ ૮, ભરૂચ ૭, ખેડા ૬, મહેસાણા - પંચમહાલ - સાબરકાંઠા ૫, અમરેલી - ડાંગ - મહીસાગર - નવસારી ૪, બોટાદ - વલસાડ - ૩, અરવલ્લી - છોટાઉદેપુર - દેવભૂમિ દ્વારકા - મોરબી - નર્મદા ૨, બનાસકાંઠા - દાહોદ - ગીર સોમનાથ ૧.


Related News

Loading...
Advertisement